Western Times News

Gujarati News

મિત્ર દેશોને રક્ષા નિકાસનો વધારો કરવા માટેના પ્રયાસો ચાલુ જ છે: રક્ષા સચિવ

નવીદિલ્હી, રક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધીકારીએ કહ્યુ કે મિત્ર દેશોને રક્ષા નિકાસને વધાવો આપવાના પ્રયાસ ચાલુ જ છે, તથા ભારત એ દેશોને ધીરાણ આપવા માટે પણ તૌયાર છે, જે તેનાથી ઉપકરણ પ્રાપ્ત કરવા ઉત્સાહીત છે.

બેંગલોરથી વીડિયો લિંકના માધ્યમથી સમ્મેલનને સંબોધન કરતા સમયે રક્ષા સચિવ અજય કુમારે કહ્યુ કે રક્ષા પ્રદર્શન (ડિફેંસ એક્સપો) ૨૦૨૦ દરમિયાન લખનઉ ઘોષણા પ્રતિ દાખવાયેલ ઉત્સાહને જાેઇને આવનાર તમામ પ્રદર્શનમાં ભારત આફ્રિકા રક્ષણ પ્રધાન સંમ્મેલન કરવાનો ર્નિણય કરવામા આવ્યો છે, જે ૨ વર્ષમા એક વખત થાય છે.

તેણે કહ્યુ કે મિત્ર દેશોને રક્ષા નિકાસને વધાવો આપવાના પ્રયાસ ચાલુ જ છે, વધુમા તેમણે કહ્યુ કે આજે આપણે એ દેશોને આકર્ષક શરતો પર ધીરાણ આપવા માટે પણ તૌયાર છે, જે તેનાથી ઉપકરણ પ્રાપ્ત કરવા ઉત્સાહીત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.