Western Times News

Gujarati News

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ધમાકેદાર ટી-૨૦ વિશ્વકપની હાઇ પ્રોફાઇલ મેચ: બંને ટીમો ફોર્મમાં

મુંબઇ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ વિશ્વ કપનો જબરદસ્ત જંગ થવા જઇ રહ્યો છે. આ મેચ અગાઉ રમાયેલી વાર્મ-અપ મેચોમાં ભારતનો અને પાકિસ્તાનનો દેખાવ સારો રહ્યો છે. અને તેથી જ બંને ટીમો વચ્ચેનો પ્રતિષ્ઠાનો જંગ યાદગાર બની જશે.

બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાન અને વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારત આ મેચમાં શાનદાર રમત રમવા આગ્રહી છે. જાેકે ભારતનો રેકોર્ડ ગવાહ છે કે ભારત સામે પાકિસ્તાન હંમેશા હારતું જ આવ્યું છે. ૨૦૦૭માં રમાયેલ સૌ પ્રથમ ટી-૨૦ વિશ્વ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પ રનથી પરાજીત કરીને ટાઇટલ હાંસલ કર્યુ હતું.

ભારતે ૨૦૦૭માં ટી-૨૦ વિશ્વકપ જીત્યા બાદ ૨૦૧૪માં રનર્સઅપ થયું હતું. જયારે ૨૦૧૬માં ભારત સેમીફાઇનલ સુધી પહોંચ્યું હતું. ભારતનો પ્રથમ મુકાબલો ર૪ના પાકિસ્તાન સામે ૩૧ના ન્યુઝીલેન્ડ સામે, ૩ નવેમ્બરે અફઘાનિસ્તાન, ૫ નવેમ્બરના અને ૮ નવેમ્બરના બી-૧ અને એ-૨ સામે ભારત મેચો રમશે છેલ્લે ભારત અને પાકિસ્તાનની ટીમો ૧૯મી માર્ચ ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્‌ડ કપમાં ટકરાઇ હતી.

કલકતામાં રમાયેલ તે મેચમાં ભારતે પાકિસ્તાનને ૬ વિકેટથી પરાજીત કર્યુ હતું. ૨૦૧૪માં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટથી હરાવી મેચ જીતી હતી. ૨૦૧રનાં ટી-૨૦ વિશ્વકપની સુપર-૮ની મેચમાં પાકિસ્તાન ૮ વિકેટથી ભારત સામે પરાજીત થયું હતું.

ભારત-પાકિસ્તાન આ વખતે પણ એક જ ગ્રુપમાં છે. ટી-૨૦માં ૯મી વખત સામસામે ટકરાશે. આજ સુધી ૮ મુકાબલા માંથી ભારતે ૭ મેચો જીતી છે. બંને ટીમો ૫ વર્ષ બાદ ટી-૨૦માં સામસામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઇ પ્રોફાઇલ રહી છે.

પાકિસ્તાને ટી-૨૦ વિશ્વકપ માટેની ટીમમાં મીડલ ઓર્ડર આસીફ અલી અને ખુર્શીલ શાહનો સમાવેશ કર્યો છે. મોહમ્મદ રીઝવાન વિકેટ કીપર તરીકેની જવાબદારી સંભાળશે. મોહમ્મદ હાફિઝ એક ઓલ રાઉન્ડરની ભૂમિકા સાથે મેદાનમાં ઉતરશે. પાકિસ્તાનના ખેલાડીઓ ટી-૨૦ વિશ્વ કપ માટે ખુબ જ આત્મ વિશ્વાસ ધરાવે છે, તેનું કારણ એ છે કે તેઓના ફેવરીટ યુએઇમાં વિશ્વકપનું આયોજન થયું છે.

વિરાટ કોહલી માથે આ વિશ્વકપમાં વિશેષ જવાબદારી ઉભી થઇ છે. કારણ કે આ સ્પર્ધા બાદ તે ટીમનું સુકાન છોડવા જાહેરાત કરી ચુકયો છે, ત્યારે તે છેલ્લે સુકાની તરીકે ભારતને એક ટાઇટલ ચોકકસ અપાવવા કટીબધ્ધ છે.

રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની વાર્મ અપ મેચમાં શાનદાર બેટીંગ કર્યુ હતું જયારે ઇશાન કિશને ઇંગ્લેન્ડ સામેની મેચમાં જબરદસ્ત દેખાવ કર્યો હતો, પરિણામે પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને પરાજીત કર્યુ છે.ભારત માટે આવતીકાલનો મેચ ‘ડૂ ઓર ડાઇ’ સમાન બની જશે, જાેઇએ ભારત ભુતકાળનું પુનરાવર્તન કરે છે કે કેમ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.