Western Times News

Gujarati News

નેહરુ યુવા કેન્દ્ર આણંદ દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમ ઉજવાયો 

ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા

(પ્રતિનિધિ)નડિયાદ, કેન્દ્ર આણંદ કચેરી દ્વારા આજ રોજ સ્વચ્છ ભારત નો કાર્યક્રમ લોહ પુરુષ સરદાર પટેલજી ની પાવન ભૂમિ ગામ કરમસદ ખાતે યોજાયો.
જેના અંતર્ગત એક સફાઈ અભિયાન અને રેલી નું આયોજન કરવામાં આવ્યું.જેમાં રેલી સરદાર પટેલ સાહેબ ના ઘર થી સરદાર પટેલ મેમોરીયલ હોલ સુધી લઇ જવામાં આવી.
સદર કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર-આણંદ , અને સીવીએમ યુનિવર્સિટી વિદ્યાનગરના એન.એસ.એસ.વિભાગ સાથે જોડાયેલ ૬૦ જેટલા યુવાન / યુવતીઓ ભાગ લીધો હતો.સદર કાર્યક્રમ માં મહેમાનોમાં માનનીય  મનીષા શાહ, રાજ્ય નિયામક- નેહરુ યુવા કેન્દ્ર સંગઠન – ગુજરાત , કુ.ભારતી , જિલા યુવા અધિકારી – ગાંધીનગર , કાર્તિક જગતાપ, એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર,  ભરતભાઈ ગઢવી પ્રમુખ – તથ્ય ફાઉન્ડેશન,  કમલેશ ડાભી , મેમ્બર, એન.વાય.કે.એસ. મહેશ પટેલ – પ્રોગ્રામ ઓફિસર – ગાંધીનગર હાજર રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો  મનીષા શાહ, રાજ્ય નિયામક દ્વારા સ્વચ્છતા ના શપથ હાજર રહેલ પ્રતીભાગીયો ને લેવડાવ્યા હતા.
ત્યારબાદ રેલી દરમિયાન સરદાર પટેલ સાહેબ ના ઘર થી સરદાર પટેલ મેમોરીયલ હોલ સુધી ના રસ્તા માંથી વેસ્ટ પ્લાસ્ટિક કચરો અંદાજ ૨૫ કિલોગ્રામ એકત્રિત કરી એક સ્વચ્છતા નો સંદેશો આપવામાં આવ્યો હતો..સદર કાર્યક્રમ નું આયોજન  અક્ષય શર્મા , જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર – આણંદ તેમજ સંજય પટેલ તથા નેહરુ યુવા કેન્દ્ર ના તમામ તાલુકાઓ ના રાષ્ટ્રીય યુવા કર્મી મિત્રો એ સાથે મળી માનનીય મનીષા શાહ , રાજ્ય નિયામક ના માંર્ગર્દર્શન હેઠળ કરવામાં આવ્યું હતું .

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.