Western Times News

Gujarati News

CNGના ભાવ વધતાં રીક્ષામાં ફરવું મોઘું થશે, મિનિમમ ભાડું ૨૦ રૂપિયા

પ્રતિકાત્મક

સરકાર ભાડા અંગે ર્નિણય નહીં કરે તો રિક્ષાચાલક પોતાની રીતે તૈયાર કરાયેલા નવા ભાડાપત્રકનો અમલ શરૂ કરશે

અમદાવાદ,  CNG ભાવમાં થયેલા તોતિંગ વધારાના પગલે અમદાવાદ શહેરના રિક્ષાચાલકો ભાડા વધારાની માગ કરી રહ્યા છે. પરંતુ, આ મુદ્દે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નહીં હોવાથી શહેરના રિક્ષાચાલક એસોસિએશને નવું ભાડાપત્રક તૈયાર કરી દીધું છે. તારીખ ૨૫ ઓક્ટોબર સુધીમાં જાે સરકાર ભાડા અંગે ર્નિણય નહીં કરે તો રિક્ષાચાલક પોતાની રીતે તૈયાર કરાયેલા નવા ભાડાપત્રકનો અમલ શરૂ કરી દેશે.

નવા ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫થી વધારીને ૨૦ કરવામાં આવ્યું છે. જ્યારે ત્યારપછીના દર કિલોમીટરનું ભાડું રૂપિયા ૧૦થી વધારીને ૧૫ કરવામાં આવ્યું છે. હાલ દર ૫ મિનિટે રૂપિયા ૧ વેઈટિંગ ચાર્જ લેવામાં આવે છે, તે વધારીને દર ૫ મિનિટના રૂપિયા ૫ વેઈટિંગ ચાર્જ કર્યો છે. એટલે કે, દર મિનિટે રૂપિયા ૧ વેઈટિંગ ચાર્જ લાગશે.

અહીં નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં સીએનજીના ભાવમાં થયેલા જંગી વધારાના પગલે રિક્ષાચાલકો ભાડા વધારાની માગણી સાથે મુખ્યમંત્રીને મળવા ગયા હતા. જ્યાં તેમણે ભાડા વધારા અંગેની માગણી કરી હતી. જેથી તે વખતે મુખ્યમંત્રીએ તેઓને હકારાત્મક અભિગમ દાખવી આગામી દિવસોમાં બેઠક કરી ભાડું વધારવા માટેની ખાતરી આપી હતી.

જાેકે, ત્યારબાદ રિક્ષાચાલકો સાથે બેઠક કરવામાં આવી નથી અને ભાડામાં પણ વધારો નહીં કરાયો હોવાથી રિક્ષાચાલકો રોષે ભરાયા હતા. ત્યારે શહેરના રિક્ષાચાલકો દ્વારા હવે પોતાની રીતે નવું ભાડાપત્રક તૈયાર કરાયું છે. જેમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫ના બદલે ૨૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

ઉપરાંત ત્યારબાદ દરેક કિલોમીટરનું ભાડું રૂપિયા ૧૦થી વધારીને ૧૫ કરવામાં આવ્યું છે. રિક્ષાચાલકો દ્વારા વેઈટિંગ ચાર્જમાં સુધારો કરાયો છે. હાલ દર ૫ મિનિટે રૂપિયા ૧ વેઈટિંગ ચાર્જ લેવામાં આવે છે, તે વધારીને દર ૫ મિનિટના રૂપિયા ૫ વેઈટિંગ ચાર્જ કર્યો છે. એટલે કે, દર મિનિટે રૂપિયા ૧ વેઈટિંગ ચાર્જ લાગશે. જ્યારે લગેજ ચાર્જ પર વધારીને રૂપિયા ૫ કરી દેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.