Western Times News

Gujarati News

વલસાડના ગાડરિયામાં લૂંટારુઓ ત્રાટક્યા, મકાન માલિકને બાંધી દીધો

પ્રતિકાત્મક

ઘરના લોકો ઉઠી જતા બૂમાબૂમ થઈઃ ગામ એકઠું થઈ જતાં ૩માંથી ૨ લૂંટારુઓ ગામ લોકોના હાથે ઝડપાયા

વલસાડ,  વલસાડના ગાડરિયા ગામમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી. લૂંટારુઓ એક ઘરને નિશાન બનાવી ઘર માલિકને બંધક બનાવી અને લૂંટ ચલાવી રહ્યા હતા એવખતે જ ઘરના લોકો ઉઠી જતા બૂમાબૂમ થઈ હતી. આથી આખું ગામ એકઠું થઈ જતાં ૩માંથી ૨ લૂંટારુઓ ગામ લોકોના હાથે ઝડપાઈ ગયા હતા. જેમને લોકોએ માર મારી પોલીસના હવાલે કર્યા હતા.

બનાવની વિગત મુજબ વલસાડ તાલુકાના ગાડરિયા ગામના સડક ફળીયામાં રેહત જતીનભાઈ પટેલના ઘરમાં ત્રણ લૂંટારુંઓ લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશી લૂંટારુઓ એ ઘર માલિક જતીનભાઈ ભાઈ પર જીવલેણ હુમલો કરી તેમને ઘાયલ કરી અને બંધક બનાવી લીધા હતા. ત્યાર બાદ લૂંટારૂઓ ઘર માંથી લૂંટ કરવાની સરું કર્યું હતું. જાેકે ભાઈ જતીનભાઈની પત્ની જાગી જતા તે. લૂંટારુંઓને જાેઈ ગભરાઈ ગયેલ તેમની પત્ની એ બુમાબૂમ કરતા અન્ય લોકો જાગી ગયા હતા.

જાેકે તે દરમ્યાન પણ જતીન ભાઈ ઉપર લૂંટારાઓ એ હુમલો કર્યો હતો.. ટોમી વડે મારવા જતા..ઘર માલિક ની બહેને પાછળ થી પકડી લીધી હતી. ત્યારબાદ લૂંટારૂઓ અને પરિવારના સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી આ દરમિયાન. લૂંટારું ઓને ધક્કો મારતા એક દાદર ઉપર થી નીચે પટકાયો હતો. અને ત્યાં ઊંઘતા ઘર ના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા.

બાજી ઊંધી પડતાં લૂંટારુઓ ઘર માંથી ભાગ્યા હતા.જાેકે એ પહેલાં મોટી સંખ્યામાં ગામના લોકો ઘરની બહાર એઠકા થઈ જતાં ભાગી રહેલા બે લૂંટારુંઓને પકડી લેવામાં આવ્યા હતા.. અડધી રાત્રે બનેલી ઘટનાને પગલે આખું ગામ એકત્ર થઈ ગયું હતું. જ્યારે એક લૂંટારું મંગળ સૂત્ર અને એક આઈફોન લાઇ ને ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે પોલીસ ને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જાેકે તે પહેલાં લોકો એ ઝડપાયેલા ૨ લુટારુઓ ને બરોબર નો માર માર્યો હતો.

મારી મારી લોકો એ બંને લૂંટારુઓ ને બાંધી દીધા હતા. બાદમાં પોલીસ સ્થળ પર પડતા લોકોએ બંને લુટારુને પોલીસના હવાલે કરી દીધા હતા. નોંધનિય છે કે લૂંટારુઓ એટલા સાતીર હતા. સીસીટીવીમાં તેમના ચેહરા ન આવે તે માટે સીસીટીવી ઉપર કપડું નાખી દઈ ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા. પરંતુ ઘર ભોગ બનેલ પરિવારની હિંમત અને સતર્કતા ને પગલે ૨ લૂંટારું આબાદ ઝડપાઇ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ગંભીરતા જાેતા ડી વાય એસ પીની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે પોલીસ પોહચ્યા બાદ ઇજા પામેલા લૂંટારુઓ ને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.