Western Times News

Gujarati News

સાઈબર ક્રિમીનલ્સ માટે નવું સ્વર્ગ અને સાઈબર ક્રાઈમનું મુળઃ ટેલીગ્રામ એપ

સાઈબર ક્રાઈમની સમસ્યાના મુળને નાથવા ડેડીકેટેડ પોલીસ ટીમ બનાવવાની જરૂર

પાઈરેટેડ સાહીત્યથી લઈ હેકીંગ ટુલ્સ સુધી બધુ જ ઉપલબ્ધ- પોલીસ કાર્યવાહીમાં પણ પુરવાર

અમદાવાદ, પહેલાનાં સમય કરતાં આજના જમાનામાં નાગરીકો સાથે છેતરપીંડી કરવાની રીતો બદલાઈ ગઈ છે. પહેલા કરતાં ડિજીટલ જમાનામાં આરોપીઓ પણ હાઈટેક બની ગયા છે અને લેટેસ્ટ સાધનો વસાવીને દુનિયાના કોઈ એક ખુણે બેસી બીજી તરફ રહેતા નાગરીકોના રૂપિયા કે ડેટા ઉઠાવી જાય છે.

જેની જાણ મોટેભાગે ગુનો આચરાઈ ગયા બાદ જ બધાંને થતી હોય છે. પોલીસ પણ હવે આધુનિક સાધનોથી સજ્જ બની છે તેમ છતાં ગુનાની નવી નવી રીતો આવવાને કારણે પોલીસ મોટેભાગે આરોપીઓથી એક પગલુ પાછળ જ રહે છે.

છેલ્લાં કેટલાંય સમયથી નાગરીકોની અંગત માહીતીને આધારે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જવાની ઘટનાઓ સામે આવી છે. નાણાંકીય છેતરપીંડી ઉપરાંત અન્ય છેતરપીંડીઓ કરવા માટે પણ ગુનેગારોને કેટલીક બેઝીક વસ્તુઓની જરૂર પડે છે જે તેમને ઈન્ટરનેટ પરથી મળી રહે છે.

સાયબર ક્રાઈમ કરવા માટે સીમકાર્ડ, બેંક વોલેટ, બેંક એકાઉન્ટ, ડીજીટલ બેંક એકાઉન્ટ, વચ્ર્યુઅલ નંબર અને બીટકોઈન વોલેટની જરૂર પડે છે. સીમકાર્ડ- સમાન્ય મોબાઈલમાં કોલ કરવા માટે વપરાય છે.

ડીજીટલ બેંક એકાઉન્ટ અને વોલેટ તથા બેંક તથા બેંક એકાઉન્ટ ઃ રૂપિયાની લેવડ દેવડ માટે વપરાય છે.
વચ્ર્યુઅલ ફોન નંબર ઃ આ નંબર માટે સીમકાર્ડની જરૂર પડતી નથી, અને તેનાથી મોટેભાગે કોલ કરનારનું લોકેશન પણ જાણી શકાતું નથી. બીજી તરફ કોલ રીસીવ કરનારને એ તદ્દન સામાન્ય અન્ય કોલ સમાન જ લાગે છે.

ઈન્ટરનેટ પર સક્રીય તમામ ફ્રોડસ્ટર આ તમામ વસ્તુઓ બીજાના નામનથી વાપરે છે. આપણી જાણ બહાર આપણાંમાંથી જ કોઈને કોઈ વ્યક્તિના દસ્તાવેજાે ઉપર સીમકાર્ડ કે બેંક એકાઉન્ટ વગેરે ખુલ્યા હોય છે અને ઈન્ટરનેટ ઉપર વેચાતા હોય છે.

ટેલીગ્રામ કૌભાંડીઓનો મુખ્ય સોર્સ

આ તમામ વસ્તુઓ આમ તો મળવી અઘરી છે પરંતુ હાલમાં જ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોંકાવનારુ તારણ સામે આવ્યું છે. આશરે દસ દિવસ અગાઉ અમરેલી તથા જુનાગઢનાં બે યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી જે ઈન્ટરનેટ પરથી શોપીંગ પોર્ટલના ગ્રાહકોના ડેટા મેળવીને તેમની મોંઘી વસ્તુઓની ડિલીવરી બારોબાર મેળવી લેતાં હતા.

આ ઉપરાંત અન્ય બે કેસમાં સાબરકાંઠાના એક અને અમદાવાદ શહેરના બે યુવકોની પણ ધરપકડ કરવામાં આવી હતી જે પણ ઈન્ટરનેટ પરથી વેચાઈ રહેલી માહીતીને આધારે નાગરીકો સાથે છેતરપીંડી આચરી રહયા હતા.
આ ત્રણેય કેસની પ્રાથમિક તપાસમાં ગ્રાહકોનો ડેટા તેમને ટેલીગ્રામની ચેનલો પરથી મળ્યો હોવાનું જાણતાં ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

કઈ રીતે સમગ્ર નેટવર્ક ચાલે છે ?
ત્રણમાંથી એક કિસ્સામાં પોલીસે આ ડેટા વેચનારને ઝડપી લીધો હતો. જાેકે વેચનારનેઆ ડેટા કોણે આપ્યો એ તેને પણ ખબર નથી. સમગ્ર સીસ્ટમમાં વચ્ર્યુઅલ નંબર પરથી વાત થાય છે અને નકલી બેંક એકાઉન્ટ-વોલેટ અને બીટ કોઈનના વોલેટમાં તેની ચુકવણી થાય છે. માહીતી આપવામાં કે લેવામાં કોઈ એકબીજાને ઓળખતું નથી અને ક્યારેય મળતાં પણ નથી. જેના પગલે એક વ્યક્તિ પકડાય તો પણ તેની ઉપરના શખ્શને પકડવાના ચાન્સ ઝીરો હોય છે.

ટેલીગ્રામની ચેનલોમાં મોટાભાગે બધુ મફત મળે છે
ટેલીગ્રામ પર હજારો ચેનલ છે જેમાં પાઈરેટેડ મુવી, પુસ્તક, પોર્ન સાહીત્ય, શો, વેબ સીરીઝ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ છે જે મફતમાં મળી રહી છે એ સિવાય સાઈબર ક્રાઈમ આચવાર હેકીંગ ટુલ્સ તથા અન્ય સોફટવેર પણ ઉપલબ્ધ છે.

ડેટાનું પણ ગેરકાયદેસર વેચાણ
પોલીસે પકડેલાં એક ડેટા સપ્લાયરે DAD નામની ચેનલમાંથી ડેટા ખરીદ્યો હતો જે તેને કોઈ પાકીસ્તાનીએ વેચ્યો હતો ટેલિગ્રામની અનેક ચેનલોમાં ગેરકાયદેસર માહીતી ખુલ્લેઆમ વેચાઈ રહી છે. સુત્રો અનુસાર આવી ચેનલોમાં ગેરકાયદેસર ડેટા ખરીદવા માટે ઓફર આપતાં પોસ્ટર પણ મુકવામાં આવે છે આ સમગ્ર વસ્તુ ખુલ્લેઆમ હોવા છતાં કોઈને કાયદેસર કાર્યવાહી કરવાનો વિચાર કેમ નથી આવતો એ ચર્ચાનો વિષય છે.

ટેલિગ્રામ એ ડાર્ક વેબનો વિકલ્પ
ડાર્ક વેબનો ઉપયોગ કરી ગુના આચરતા સાયબર ક્રિમીનલ્સ માટે ટેલીગ્રામ એ “ન્યુ ડાર્ક વેબ” તરીકે ઉભરી આવ્યું છે અને ડેટાનો વેપાર કરનારા ક્રિમીનલ્સ માટેનું કેન્દ્ર બની ગયું છે.

રોજ પપ.ર મિલિયન લોકો ટેલિગ્રામ વાપરે છે
ઈન્ટરનેટ પરથી મળતી માહીતી અનુાસર વર્ષ ર૦૧૩માં ચેટ એપ તરીકે શરૂ થયેલી ટેલીગ્રામ એપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને જાેરદાર ટકકર આપી રહી છે, માર્ચ ર૦૧૪માં તેના ૩પ મિલીયન સબ સ્ક્રાઈબર હતા. આ સંખ્યા જુલાઈ ર૦ર૧માં પપ૦ મિલિયને પહોંચી ચુકી છે જેમાંથી પપ.ર મિલિયન તેમના રોજના એકટીવ સભ્યો છે.

થોડા દિવસો અગાઉ જયારે એક દિવસમાં બે વખત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટસએપના સર્વર ડાઉન થયા ત્યારે ટેલિગ્રામ ડાઉનલોડની સંખ્યા ખુબ જ વધી ગઈ હતી ટેલિગ્રાફ એ ઓપ્શનલ નહી પરંતુ વ્હોટસએપની સમાંતર, ખાસ કરીને સાઈબર ક્રિમીનલ્સ માટે તો મુખ્ય સાધન બની ગયું છે.

હાલમાં અમદાવાદમાં કરેલી એક પોલીસ કાર્યવાહીમાં પણ આરોપીઓ ટેલીગ્રામ પરથી ઓનલાઈન શોપીંગ પોર્ટલના ગ્રાહકોના યુઝરનેમ પાસવર્ડ લીક માહીતી ખરીદયાનું સામે આવ્યું હતું બાદમાં તેનો ઉપયોગ કરવા હેકીંગ ટુલ્સ, કોન્ફીગ ફાઈલ્સ ઉપરાંતના સોફટવેર-ડેટા પણ ટેલીગ્રામ પરથી જ ડાઉનલોડ કરી લેતાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.