Western Times News

Gujarati News

પર્સનલ કમિટમેન્ટના લીધે અનન્યા NCBમાં ગેરહાજર

મુંબઈ, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની પૂછપરછ કરી રહ્યું છે. ૨૧ અને ૨૨ ઓક્ટોબર એમ બે દિવસ અનન્યા પાંડેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પૂછપરછ કરી હતી. આજે એટલે ૨૫ ઓક્ટોબરે પણ અનન્યા પાંડેને પૂછપરછ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.

જાેકે, અનન્યા આજે એનસીબી સમક્ષ હાજર નહોતી થઈ. મળેલી માહિતી પ્રમાણે, અનન્યા આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસે હાજર નહીં થાય. અનન્યાએ એનસીબીને વિનંતી કરી હતી કે, પર્સનલ કમિટમેન્ટના કારણે હાજર નહીં રહી શકે. ત્યારે તપાસ એજન્સીએ તેની વિનંતી માન્ય રાખી હતી. હવે એજન્સી દ્વારા અનન્યાને નવી તારીખ સાથેનું સમન પાઠવવામાં આવશે.

જણાવી દઈએ કે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યનની ધરપકડ થઈ છે. આર્યન ખાનની વોટ્‌સએપ ચેટમાંથી એનસીબીને અનન્યા સાથેની કથિત ડ્રગ્સ ચેટ મળી હતી. આ જ સંબંધે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અનન્યા પાંડેના બે મોબાઈલ અને લેપટોપ સહિત ૮ ગેજેટ્‌સ જપ્ત કર્યા છે.

એજન્સીને શંકા છે કે, અનન્યા પાંડેએ કેટલીક ચેટ ડિલીટ કરી છે અને આ કારણે જ તેના ગેજેટ્‌સ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા હતા. ડિલીટ થયેલા ડેટા રિકવર થયા બાદ એનસીબી અનન્યાની વધુ પૂછપરછ કરવાની હતી અને એટલે જ તેને ૨૫ ઓક્ટોબરે આવવાનું કહેવાયું હતું. જાેકે, હવે એક્ટ્રેસ આજે હાજર ના થતાં તેને અન્ય કોઈ તારીખે બોલાવાશે.

અગાઉ બે દિવસમાં કુલ ૬ કલાક અનન્યા પાંડેની પૂછપરછ થઈ હતી. આર્યન સાથેની વોટ્‌સએપ ચેટમાં તેઓ ગાંજા વિશે વાત કરી રહ્યા હતા. આર્યન ખાનને ડ્રગ્સ લાવી આપવાના કે ડ્રગ્સ લેવાના આરોપોને અનન્યા પાંડેએ નકાર્યા હતા. અગાઉ એનસીબીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “કેટલાક શંકાસ્પદ આર્થિક વ્યવહારોને લઈને અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ આર્યન ખાન સાથેની વોટ્‌સએપ ચેટ અંગે પણ પૂછપરછ ચાલુ છે.”

દરમિયાન આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં બંધ છે. તેની જ્યૂડિશિયલ કસ્ટડી ૩૦ ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. નીચલી અદાલતમાં આર્યન ખાનના જામીન નામંજૂર થયા બાદ તેના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેની જામીન અરજી પર ૨૬ ઓક્ટોબરે સુનાવણી થવાની છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.