Western Times News

Gujarati News

છત્તીસગઢમાં શિક્ષકો ૮ કિમી ચાલીને રાશન પહોંચાડ઼ે છે

રાંચી, આજે પણ દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માત્ર પગપાળા જ પહોંચી શકાય છે. છત્તીસગઢના એક દૂરના વિસ્તારના ગામની પણ આ જ હાલત છે. ત્યાં લોકોને રોજબરોજની ચીજવસ્તુઓ માટે પણ શહેરમાં અનેક કિલોમીટર દૂર જવું પડે છે. ડુંગરાળ વિસ્તારોમાં રસ્તાના અભાવે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અહેવાલ બલરામપુર જિલ્લાના છે. અહીંની ખાડિયા ડામર ગ્રામ પંચાયતમાં શિક્ષકોએ શાળામાં બાળકોને રાશન પહોંચાડવા માટે દરરોજ લગભગ ૮ કિમી ચાલીને જવું પડે છે.

એક અહેવાલ મુજબ, શિક્ષક સુશીલ યાદવ કહે છે કે ઘણી મુશ્કેલીઓ છે. રસ્તાઓ ખૂબ જ ખરાબ હોય છે, ખાસ કરીને વરસાદની સિઝનમાં સમસ્યાઓ વધી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે વન્ય પ્રાણીઓનું પણ જાેખમ રહેલું છે. તેમ છતાં તેઓ પોતાના ખભા પર રાશન લઈને આ સફર કરે છે અને શાળામાં રાશન પહોંચાડે છે. તેઓ આ બધું એટલા માટે કરી રહ્યા છે જેથી બાળકોને દરરોજ મધ્યાહ્ન ભોજન મળે. જાે કે તેમણે સરકારને ગામ સુધી રસ્તો બનાવવા વિનંતી કરી છે.

આ વિડિયોમાં તમે જાેઈ શકો છો કે કેવી રીતે શિક્ષકો રોજેરોજ તેમના ખભા પર રાશનની બોરી લઈને પાણીથી ભરેલો રસ્તો ક્રોસ કરી રહ્યા છે. બંને શિક્ષકો પગપાળા અને પેન્ટ ઉપર ચઢાવીને પાણી પાર કરી રહ્યા છે. જ્યારે લોકોએ આ બે શિક્ષકોનો વીડિયો જાેયો, ત્યારે તેમને સલામ કર્યા વગર ન રહી શક્યા.

બીજી બાજુ બલરામપુર જિલ્લાના શિક્ષણાધિકારી બી એકકાનું કહેવું છે કે તેમને આ બાબતની જાણકારી છે. તેમણે કહ્યું કે “અમારા બે શિક્ષકો પંકજ અને સુશીલ ત્યાં કામ કરી રહ્યા છે અને તેઓ તેમના ખભા પર ચોખા લઈને જંગલ-નદી પાર કરીને શાળાએ પહોંચે છે અને મધ્યાહન ભોજનનું પણ સંચાલન કરે છે. હું આવા બંને શિક્ષકોને સલામ કરું છું. આ ઉપરાંત જેમણે પણ આ વીડિયો જાેયો તેમણે આવા શિક્ષકોને સાચા સમાજના પથદર્શક ગણાવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.