Western Times News

Gujarati News

સુરત: 3 વર્ષ પહેલા ગુમ થયેલો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી કોરોના વેક્સિનેશનના કારણે પરિવારને મળ્યો

સુરત, સુરતથી 3 વર્ષ પહેલાં ગુમ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા પુત્રને પિતાએ કોરોના વેક્સિનેશન માટે આપેલા આધારકાર્ડ પરથી શોધી કાઢવામાં સફળ થયા છે. પિતા વસંતભાઇ પટેલે જણાવ્યું હતું કે દીકરો લકેશ નાસિકમાં એન્જિનિયરિંગ ભણતો હતો. પરંતુ 3 વર્ષ અને 4 મહિના પહેલા તે અચાનક જ સુરતથી ગુમ થઈ ગયો હતો.

ધણા સમયથી શોધખોળ કરી રહ્યા હતા. પરંતુ કોરોનાકાળ હોવાના કારણે પણ પરિવારને પુત્રની શોધખોળ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખના ફોટોગ્રાફર સુશીલ કુંભારના આઈડિયાથી પુત્ર મળ્યો છે. એટલું જ નહીં પણ ગાંધીનગર આઈબીના ડીસીઆઈ ભગવતસિંહ વનારના માર્ગદર્શન મેળવી પુત્ર સુધી પહોંચ્યા છે.

ડીસીઆઈ ભગવતસિંહ વનાર સાહેબે જણાવ્યું હતું કે, હાલ કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. શક્ય છે કે ગુમ થયેલ લકેશ વેક્સિન લેવાની હોય જેથી તેના આધાર નંબર પરથી તેની ઓળખ થઇ શકશે અને તે કયા શહેરમાં છે તે જાણી શકાય.

આ માર્ગદર્શન બાદ સુશીલે લકેશના આધારકાર્ડના આધારે તે કયા શહેરમાં છે તે અંગેની માહિતી મેળવવાની શરૂઆત કરી અને આખરે તેમણે સફળતા મળી છે. ગુમ થયેલ લકેશ બેંગ્લોર હતો અને આજે પરિવાર ત્યાં પહોંચીને તેને મળ્યો હતો અને પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી.

વસંતભાઈ એ જણાવ્યું હતું કે, પુત્ર આશરે ત્રણ વર્ષથી ગુમ હતો. તેની શોધખોળ માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેની જાણ થઇ ન હતી. ત્યારે સુશીલભાઈ અને ડીસીઆઈ ભગવતસિંહ વનારના માર્ગદર્શન અને મદદના કારણે આખરે મારો પુત્ર મને મળી આવ્યો છે.

તેણે કોરોના વેક્સિન લગાવી તે અંગેની જાણ થતાં અમે તેના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી લઈ આવ્યા હતા અને આખરે ખબર પડી કે તે બેંગ્લોરમાં છે આજે અમે તેને મળ્યા છે. પૈસા કમાવવા માટે તે બેંગ્લોર આવી ગયો હતો અને હાલ તે ડિજિટલ માર્કેટિંગની જોબ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.