Western Times News

Gujarati News

પાટીલ વડોદરાના મેયરની નિષ્ક્રિયતા પર ભડક્યા

વડોદરા, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સરદાર ધામમાં ૫૧ લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા છે. વડોદરામાં પાટીદાર બિઝનેસ સમિટ કાર્યક્રમમાં સીઆર પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, સીએમ પોતે કહે કે તેમને પણ ખબર નથી કે હું કઈ રીતે મુખ્યમંત્રી બની ગયો.

પાટીલે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિખાસલ સ્વભાવના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી સાવ ઓલિયો માણસ છે. સીએમ ઓલિયો એટલે કે ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરળ માણસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારું માને પણ છે.

સીઆર પાટીલે જય સરદાર કહીને સંબોધનની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં સીઆર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પાટીદાર સમાજ ભાજપની સાથે હતો અને રહેશે. તેમણે કહ્યુ હતું કે, સ્વાભાવિક પણે મારું અનુમાન છે કે ભાઇઓ બહેનોને પ્રાધાન્ય આપતા નથી. વિશ્વને પટેલોનો પરિચય કરાવવો જાેઈએ નહિ કે પટેલોએ વિશ્વનો પરિચય કરાવવો જાેઈએ.

પહેલા એક રેકોર્ડ થતો હતો કે સૌથી વધુ લોકો તાજમહલ જાેવા આવતા હતા. હવે વિદેશોમાંથી સૌથી વધુ લોકો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા આવે છે. પાટીદાર સમાજ અને ભાજપ મહદઅંશે એકબીજા સાથે જ જાેડાયેલા છે. તો બીજી તરફ, વડોદરાના કાર્યક્રમમાં શહેરના મેયર કેયુર રોકડીયાને મંચ પરથી સી આર પાટીલે મોટી ટકોર કરી હતી.

તેમણે કહ્યુ હતું કે, કેયુરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી ર્નિણય લેશે. કેયુર રોકડીયા યુવાન હતા એટલે મેયર બનાવ્યા. મેયર કેયુર રોકડીયા હવે મિટિંગ બંધ કરો, અને ઝડપી ર્નિણય લો. આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ના દેખાવી જાેઈએ. મંદિરમાં ભિક્ષુકો દેખાવા ના જાેઈએ. વડોદરામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રમોશનલ કાર્યક્રમ થયો.

મધ્ય ગુજરાતના સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજનો કાર્યક્રમ થયો. જેમાંકાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા. સીઆર પાટીલનું કાર્યક્રમમાં ખાસ સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ મધ્ય ગુજરાતના પાટીદાર સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. મહત્વનું છે કે, સુરતના સરથાણામાં ૨૬, ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે સમિટ થવાની છે. જેમાં ૧૦ હજાર ઉદ્યોગકારો ભાગ લેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.