Western Times News

Gujarati News

ઇકબાલગઢમાં રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત

બનાસકાંઠા, બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે ખેતરમાં રોટાવેટરમાં ફસાઈને ચગદાઈ જતા એક યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજયું હોવાની ઘટના સામે આવી છે. ખેતી કામ દરમિયાન રોટાવેટર સાફ કરવા જતાં યુવકનો તેમાં પગ ફસાઈ જતા ઘટના બની હતી.

જ્યારે બનાસકાંઠામાં સુરાણા ગામ પાસે આજે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા તેને બચાવવા જતા કાર પલટી ખાઇ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર માં બેઠેલ એક વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.

અમીરગઢ ના ઇકબાલગઢ પાસે આવેલ એક ખેતર પર જૈમિન અશોકભાઈ પટેલ નામનો યુવક પોતાના ખેતરમાં વાવણી માટે જમીનમાં રોટાવેટર દ્વારા કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક રોટાવેટરમાં કંઇક ખામી સર્જાતા તે ટ્રેકટર પરથી નીચે ઉતરી રોટાવેટારમાં સાફ કરી રહ્યો હતો. જાે કે તે સમયે યુવક નીચે ઝૂકવા જતા અચાનક તેનો પગ રોટાવેટરમાં ફસાઈ ગયો હતો.

પગ ફસાઈ જતા તેને બચાવ માટે બૂમાબૂમ કરી હતી પરંતુ આજુબાજુમાંથી લોકો આવે ત્યાં સુધીમાં તો તેનું આખું શરીર રોટાવેટરમાં ખેંચાઈને છુંદાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો ખેતરમાં દોડી આવ્યા હતા.

પોતાના વ્હાલસોયા દીકરાના મોતથી માતા-પિતા પણ ભાંગી પડયા હતાં અને આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. અન્ય એક અકસ્માતની વાત કરીએ તો દિયોદરમાં રહેતા દેસાઈ પરિવાર કાર લઈને સુરાણા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક રસ્તામાં શ્વાન આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

અને બેકાબૂ બનેલી કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. શ્વાનને બચાવવા જતા ફંગોળાયેલી કાર માં બેઠેલા ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલા લાડકીબેન ખુરશીભાઈ દેસાઈ ને પણ ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું બનાવને પગલે આજુબાજુના લોકો અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી કારચાલકની પણ સારવારથી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.