Western Times News

Latest News from Gujarat

રાજ્યના યુવાનોનો રોજગારી મળે તે સરકારની પ્રાથમિકતા

ગાંધીનગર, રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રી રાજ્યની આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડના સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો એનાયત તથા શ્રમયોગીઓ માટે ઇલેકટ્રીક દ્વિચક્રી વાહન ખરીદીની ગો-ગ્રીન યોજનાના લોંચીંગ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો અર્પણ થયા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની સેવામાં જાેડાઇ રહેલા આ નવનિયુકત સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનો ધ્યેય છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, યુવાનોને રોજગાર અવસર મળતા નથી તેવું કહેનારાઓ ગુજરાતની તૂલના અન્ય રાજ્યોના રોજગારીના આંકડા સાથે કરે તો ગુજરાતમાં અન્ય રાજ્યોની સાપેક્ષમાં કેટલી રોજગારી મળી રહી છે તેનો ખ્યાલ આવી જશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત-વિઝનરી નેતૃત્વ અને આયોજનમાં ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. રોજગાર હોય કે શ્રમિકોની સલામતિ-સુવિધા ગુજરાતે આર્ત્મનિભર ભારતના માર્ગે ‘આર્ત્મનિભર ગુજરાત’ બનવાનો નિર્ધાર કર્યો છે.

આ માટે નાગરિકોને-પ્રજાજનોને સરળતાએ સુવિધા ઘર આંગણે મળી રહે ખાસ કરીને સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોને સરકારની મળવાપાત્ર યોજનાના લાભ મળી રહે તેવી સુચારૂં વ્યવસ્થાઓ સરકાર ઊભી કરવા કટિબદ્ધ છે. નાગરિકો પણ પોતાને મળવાની થતી યોજનાઓનો લાભ લેવાની જાગરૂકતા દાખવે એવો અનુરોધ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રીએ રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી-શ્રમિકોને યાતાયાત માટે ટુ વ્હીલર ઇ-વ્હીકલની ગો-ગ્રીન યોજનાનું લોંચીંગ કરતાં કહ્યું કે, જ્યારે કલાયમેટ ચેન્જ વિષય વિશે લોકો ઓછું જાણતા હતા ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણની વિશેષ ચિંતા કરીને ગુજરાતમાં કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers