Western Times News

Gujarati News

ડબ્બા ટ્રેડિંગમાં બુકી જીતુ થરાદ પાસે રોજના કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવતા

અમદાવાદ, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજ પાસેના શ્યામક કોમ્પલેક્ષમાં એક મહિના પહેલાં શેરબજારના ડબ્બો કરતા ૧૧ શખ્સની એલીસબ્રીજ પોલીસે ધરપકડ કરી હતી. આ કૌભાંડનો રેલો રાજયના મોટા-મોટા વેપારીઓ તેમજ ઉધોગપતિ દઝાડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

તેમ છતાં ઝોન-૭ ડીસીપી પ્રેમસુખ ડેલુ અને એલીસબ્રીજ પોલીસે કોઈ પણ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરી હતી ડબ્બા ટ્રેડીગ પકડાયાને એક મહિના જેટલો સમય થયો છતાં હજુ પણ શેરબજારના સટ્ટોડીયામાં ફફડાટ વ્યાપ્યો છે.

જેમાં ચિરાગ શાહ અને કેનીલ શાહ નામના બે શખ્સના નામ ખુલતા આ બંને તો ગુજરાત છોડીને અન્ય રાજયમાં જતા રહયા હતા. આખરે ડરના માર્યા ચિરાગ શાહે તેના આકાઓના સપોર્ટથી જામીન મેળવીને અમદાવાદ આવી ગયો છે. જાેકે કેનીલ શાહ હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

જાેકે શેરબજારના ડબ્બા ટ્રેડીગમાં કુખ્યાત બુકી જીતુ થરાદ અને તેના ભાગીદાર પ્રશાંત બાવીસી પાસે રોજના કરોડોના હવાલા પાડવામાં આવતા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

શેરબજારના ડબ્બા ટ્રેડીગમાં સટોડીયાના હારજીતને હિસાબમ અઠવાડીયે કરવામાં આવે છે. શનિવારે અથવા સોમવારે લેવડ-દેવડ પતાવી દેવાની પધ્ધતી ચાલી રહી છે. તેમાં કેટલાક લોકો તાત્કાલીક પૈસાની ચુકવણી કરવા માટે કુખ્યાત બુકી જીતુ થરાદ પાસે હવાલા પડાવી દેતાં હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ તપાસ કરી રહેલી પોલીસનો રેલો થરાદ તરફ પણ જઈ રહયો છે. જેમાં વી વી નામના કાર્ડનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે. હજુયે શેરબજારના ફોન-કોલ્સની ડીટેઈલ્સની પોલીસ તપાસ કરી રહી છે. તેમજ શેરબજારના સટ્ટામાં વપરાતા સોફટવેર અને વોટસએપ કોલ અને મેસેજની કડીઓ પોલીસ ઉકેલી રહી છે. જેમાં અનેક જાણીતા ચહેરાઓના નામ ખુલશે તેમ પોલીસસુત્રોએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.