Western Times News

Gujarati News

ભિક્ષુક તેમજ રોડ પર સૂતા લોકોને રેનબસેરામાં મોકલવાની જવાબદારી પોલીસની

File

વાડજ પોલીસને મોડી રાત્રે રોડ વચ્ચે સૂઈ જતી આ મહિલા કેમ દેખાતી નથી?- શહેરમાં સંખ્યાબંધ લોકો રોડ પર સૂઈ જાય છે

અમદાવાદ, રોડ પર સૂતેલા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેન બસેરા બનાવાયા છે, જાે કે હજુ પણ શહરેમાં કેટલાક એવા ભિક્ષુકો છે, જે રોડ પર આવેલી ફૂટપાથ પર સૂઈ જાય છે. રોડ પર સૂતા ભિક્ષુકોને રેનબસેરામાં મોકલવાની કામગીરી પોલીસની હોય છે,

પરંતુ આ કામગીરી તે યોગ્ય રીતે નિભાવી નથી રહી તેવું લાગી રહ્યંુ છે. કારણ કે હજુ પણ રોડ ઉપર હજારો ભિક્ષુકો તેમજ મજૂરો સૂતા હોય છે, જે ગમે ત્યારે કોઈ વાહનનો શિકાર બની શકે છે.

શિવરંજની સર્કલ પર થયેલા હિટ એન્ડ રન, જેમાં રોડ પર સૂતેલા શ્રમિકોને કારચાલકે અડેટમાં લીધા હતા, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ ફરી શહેરમાં ચકચાર મચાવી દીધી હતી, જેના પરથી સવાલ એ ઉભો થયો હતો કે રોડ પર સૂલ જવું તે શું વાંક ે ખરો ? રોડ પર સૂતેલા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેન બસેરા બનાવ્યા છે તેમ છતાંય લોકો રોડ પર સૂઈ જાય છે.

રિવરફ્રન્ટ ગુજરી બજાર, નહેરૂબ્રિજની ફૂટપાથ, એલિસબ્રિજ તેમજ શહેરની વિવિધ જગ્યા પર લોકો રોડ પર સૂઈ જાય છે ત્યારે ઉસ્માનપુરા સર્કલપાસે એક એવી મહીલા છે, જે રોડની વચ્ચોવચ સૂઈ જાય છે. વાહનની અડફેટમાં આવી જશે તેની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તે રોડ પર સૂઈ જાય છે. જૂના વાડજથી ઈન્કમટેક્સ જવાના રોડ પર આ મહિલા ડિવાઈડરની બાજુમાં સૂઈ જાય છે.

મોડી રાત્રે લોકો પુરઝડપે વાહન હંકારતા હોય છે, જાે આ મહિલા પર કોઈનું ધ્યાન ના જાય તો કદાચ તેના ઉપર વાહન ફરી વળી શકે તેવી શક્યતા છે. વાઢજ પોલીસનું મોડી રાત્રે પેટ્રોલિંગ કોય છે તેમ છતાંય મહિલાને સુરક્ષિત જગ્યા પર ખસેડવા માટેનું કોઈ આયોજન પોલીસ કરતી નથી. ઘણા મહિનાથી આ મહિલા રોડ પર સૂઈ જાય છે. મહિલા પોલીસ સ્ટેશનનાં એસીપી મિની જાેસેફને સમગ્ર હકીકતની જાણ થતાં તેમણે મહિલાને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.