Western Times News

Gujarati News

પથરીને બદલે કિડની જ કાઢી લેનારી હોસ્પિટલને ૧૧ લાખનો દંડ

ગોધરા, ગુજરાત સ્ટેટ કન્ઝ્‌યુમર રિદ્રેસલ કમિશને બાલાસિનોરની કે એમ જી જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીઓને ૧૧.૨૩ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યાે છે. આ દર્દી હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે દાખલ થયો હતો પણ ડોક્ટર ડાબી કિડની જ કાઢી લીધી હતી. કિડની વગેર દર્દી ચાર મહિનામાં જ મૃત્યુ પામ્યો હતો.

હોસ્પિટલને ૨૦૨૨થી ૭.૫ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ખેડા જિલ્લાના વાઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલે બાલાસિનોરની કે એમ જી જનરલ હોસ્પિટલના ડોક્ટર ધીરુભાઈ પટેલને પેટના દુખાવાની ફરિયાદ કરતાં ૨૦૧૧માં તેની ડાબી કિડનીમાં ૧૪ એમએમની પથરી હોવાનું માલુમ પડતાં આજ હોસ્પિટલમાં સર્જરી કરાવવાનું નક્કી કર્યું

૫ સપ્ટેમ્બર ૨૦૧૧ના દર્દીના ઓપરેશન થયું હતું. જ્યારે સર્જરી પછી દર્દીના પરિવારને જણાવ્યું કે પથરીની જગ્યાએ આખી કિડની જ કાઢવી પડી છે ત્યારે પરિવારને આશ્ચર્ય થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.