Western Times News

Gujarati News

ગૃહમંત્રી અમિત શાહ રાત્રે CRPF કેમ્પમાં રોકાયા

શ્રીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સોમવારે પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ કેમ્પની મુલાકાત લીધી. અમિત શાહ ગત રાતે સીઆરપીએફના કેમ્પમાં જ રોકાયા અને જવાનો સાથે ભોજન કર્યું. તેમણે ટ્‌વીટ કરીને આ જાણકારી આપી અને કહ્યું કે અર્ધસૈનિક દળોના જવાનો સાથે સમય વીતાવવા માંગતો હતો.

તેમને મળીને તેમના અનુભવ અને મુશ્કેલીઓને જાણી અને તેમના જુસ્સાને જાેવા માંગતો હતો. અમિત શાહની સાથે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ સીઆરપીએફ કેમ્પ પહોંચ્યા હતા.

પુલવામા પહોંચ્યા બાદ અમિત શાહે કાશ્મીરમાં આતંકવાદ અને પથ્થરબાજીની ઘટનાઓ પર પોતાનો મત રજુ કર્યો. તેમણે કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની ઝીરો ટોલરેન્સ નીતિ છે અને નાગરિકોને બચાવવા અમારી પ્રાથમિકતા છે.

આ સાથે જ તેમણે કહ્યું કે પહેલા કાશ્મીરમાં પથ્થરમારાના ઘટનાઓ સામે આવતી હતી, આજે જાે કે સ્થિતિ અલગ છે. તેમણે કહ્યું કે પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. આવી ઘટનાઓ માનવતા વિરુદ્ધ છે અને આપણે તે સહન કરી શકીએ નહીં.

અમિત શાહે કહ્યું કે ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન આતંકી હુમલાઓમાં મોત અને જવાનોની શહાદતમાં કમી આવી છે. વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે આતંકી ઘટનાઓમાં ૨૦૮ નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે ૨૦૧૪થી ૨૦૨૧ વચ્ચે આ આંકડામાં ઘટાડો થયો છે.

આ દરમિયાન વાર્ષિક ૬૦ જવાનો શહીદ થયા અને નાગરિકોની સંખ્યા ફક્ત ૩૦ રહી ગઈ. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ. જવાનોના સર્વોચ્ચ બલિદાનને આપણે ભૂલી શકીએ નહીં. તેમણે કહ્યું કે જાે શાંતિ હોય, સુરક્ષા હોય અને વિકાસ માટે નક્કી કરી લીધુ હોય તો શું થઈ શકે તે જમ્મુ અને કાશ્મીરે દેખાડી દીધુ છે. આપણે વિકાસ પર સફળતાપૂર્વક આગળ વધીશું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખુબ સુધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.