Western Times News

Gujarati News

અનુજ કાવ્યાને નોકરીમાંથી ધક્કો મારી બહાર કાઢશે

મુંબઈ, અનુપમાના અપકમિગ એપિસોડમાં જબરદસ્ત ટિ્‌વસ્ટ જાેવા મળવાનો છે. ડિવોર્સ બાદ પણ પૂર્વ પતિ વનરાજ શાહ અને સાસુ લીલાના મહેણા-ટોણાથી કંટાળેલી અનુપમા ઘર છોડવાની છે. જબરદસ્તીથી સંબંધો આગળ વધારવાના બદલે તે ત્યાં જ પૂર્ણવિરામ મૂકવાની છે.

ચેનલના મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. જેમાં વનરાજ, કાવ્યા, પારિતોષ, લીલા બા, બાપુજી, મામાજી, સમર, પાંખી તેમજ અનુપમા ઘરમાં ઉભા છે. આ દરમિયાન અનુપમા કહે છે ‘૨૬ વર્ષ રહી છું આ ઘરમાં, તેમ છતાં મારો પરિવાર મારા કારણે નાખુશ છે.

મારા ડિવોર્સ લેવા, ડાન્સ શીખવવો, નોકરી કરવી, અનુજ સાથે મિત્રતા રાખવી, ડગલે ને પગલે મને અહીંયા મળ્યું તો શું મળ્યું?. ટોણા. હવે બસ, હવે સહન નથી થતું. જે ઘરમાં માન જ ન હોય તે ઘરમાં હું વધારે રહી શકું નહીં. હું એક જ છત નીચે તમારી લોકો સાથે રહી શકું તેમ નથી’. આટલું કહીને અનુપમા પોતાના સામાન સાથે શાહ હાઉસમાંથી નીકળી જાય છે.

આજના એપિસોડમાં કાવ્યા અને અનુપમાને ઓફિસ જતા દેખાડાશે. કાવ્યા દરવાજાે ખખડાવ્યા વગર અનુજની કેબિનમાં ઘૂસી જશે. આ કારણથી અનુજ કાવ્યાને ચેતવણી પણ આપશે. જેમા પર કાવ્યા કહેશે કે, તેની પાસે પ્રોજેક્ટ માટે એટલો સારો આઈડિયા હત કે દરવાજાે ખખડાવવાનું ભૂલી ગઈ.

કાવ્યા બાદમાં તેનો આઈડિયા અનુજ સમક્ષ રજૂ કરશે. અનુજ અનુપમાને કાવ્યાના આઈડિયામાં જરૂરી સુધારા-વધારા કરવાનું કહેશે. અનુપમા દ્વારા થોડો ફેરફાર કરવામાં આવ્યા કાવ્યા ગુસ્સાથી લાલઘૂમ થઈ જશે. કાવ્યા કેબિનમાંથી બહાર આવીને બાકીના કર્મચારીઓ સામે અનુજ અને અનુપમાના સંબંધ પર કિચડ ઉછાળશે.

કાવ્યા બંને વિશે ઘણુ ખરાબ બોલશે. ત્યારે જ પાછળ ઉભેલો અનુજ તેની બધી વાત સાંભળી જશે અને તેની ભૂલનો અહેસાસ અપાવશે. આટલું જ નહીં અનુપમા અને તેના સંબંધ પર શંકા કરવા અંગે ઠપકો પણ આપશે અને તેને જાેબમાંથી કાઢી મૂકશે. કાવ્યા ઘણી આજીજી કરશે પરંતુ અનુજ તેની એક સાંભળશે નહીં. કાવ્યા ઓફિસથી સીધા ઘરે જઈને વનરાજને બધુ કહેશે. વનરાજ અનુપમાને આ વાતને લઈને ઘણું સંભાળવશે. ત્યારે જ અનુપમા કંટાળીને ઘર છોડવાનો ર્નિણય લેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.