Western Times News

Gujarati News

જિયો-બ્રિટિશ પેટ્રોલિયમ ભારતભરમાં ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો બનાવશે

જિયો-બીપીનું પ્રથમ મોબિલિટી સ્ટેશન લૉન્ચ કરાયું

જિયો-બીપી મોબિલિટી સ્ટેશનોનું નેટવર્ક શરૂ કરી રહી છે, જેમાં ઑફર કરાશે આ મુજબની સેવાઓઃ

·           ઈંધણ ભરાવવા માટેની વૈશ્વિક કક્ષાની સુવિધાની સાથે સાથે ઈંધણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હશે

·           સંપૂર્ણ નેટવર્કમાંથી કોઈ પણ સ્થળે ઈંધણનાં એડિટિવ્સ કોઈ પણ વધારાનો ખર્ચ કર્યા વગર ઉમેરી શકાશે –  ભારતમાં પ્રથમ વાર આવી સેવા ઉપલબ્ધ

‘કૅસ્ટ્રોલ એક્સપ્રેસ ઓઇલ ચેન્જ’ ખાતે ટુ વ્હીલર માટે ઓઇલ બદલવાની નિઃશુલ્ક, ઝડપી અને વિશ્વસનીય સેવા મળશે

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપી (જૂનું નામ બ્રિટિશ પેટ્રોલિયમ)નું સંયુક્ત સાહસ – રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડે (આરબીએમએલ) મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત નાવડે ખાતે પોતાના જિયો-બીપી બ્રાન્ડના પ્રથમ મોબિલિટી સ્ટેશનનું લૉન્ચિંગ કર્યું હતું.

વર્તમાન પડકારરૂપ સંજોગોમાં પણ જિયો-બીપી વૈશ્વિક કક્ષાનાં મોબિલિટી સ્ટેશનોનું નેટવર્ક ઊભું કરશે, જેમાં ગ્રાહકોને ઈંધણ સંબંધે અનેક વિકલ્પો પૂરા પાડવામાં આવશે.

કંપનીની આ પહેલ ભારતમાં ઈંધણ ભરાવવા માટેની સુવિધાને નવું સ્વરૂપ આપવા માટે કરવામાં આવી છે. તેના દ્વારા જિયો-બીપી ગ્રાહકોને બીજા બધા કરતાં અલગ અને વિશેષ સેવાઓ પૂરી પાડવા માગે છે. ઈંધણ ભરાવવા માટેનાં હાલનાં 1,400 કેન્દ્રોને ‘જિયો-બીપી’ તરીકે ઓળખાવવામાં આવશે. આગામી મહિનાઓમાં ગ્રાહકોને તેમાં અનેક મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે.

ભારતમાં ઈંધણની માગ ઝડપથી વધી રહી છે અને તેથી તેને લગતી સેવાઓની માગ પણ વધી રહી છે. આગામી વીસ વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભારતની માર્કેટ સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામી રહેલી માર્કેટમાં સ્થાન પામશે એવી ધારણા છે. જિયો-બીપી મોબિલિટી સ્ટેશનો આ વધતી માગને પહોંચી વળવા સમર્થ છે

અને ગ્રાહકોની આવશ્યકતાઓને અનુલક્ષીને આદર્શ સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. તેમાં વાહનધારકોને ઈંધણમાં એડિટિવ્સ ઉમેરવાની સેવા ઉપરાંત ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગની, નાસ્તા-પાણી અને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવશે. આગામી સમયમાં એવી સેવાઓ ઉમેરવામાં આવશે, જેમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું હોય.

આ સંયુક્ત સાહસને સમગ્ર ભારતમાંના રિલાયન્સના ગ્રાહકલક્ષી બિઝનેસના વ્યાપક નેટવર્ક અને અનુભવનો લાભ મળશે. જિયો અને રિલાયન્સ રિટેલ લાખો ગ્રાહકો ધરાવે છે. તેની સાથે સાથે બીપીના વૈશ્વિક અનુભવનો લાભ પણ મળશે. બીપી અલગ અલગ પ્રકારનાં ઈંધણ, લુબ્રિકન્ટ (ઊંજણ) પૂરાં પાડવા ઉપરાંત કાર્બનનું ઓછું ઉત્સર્જન કરનારા અદ્યતન ઉપાયો કરી આપવાનો અનુભવ ધરાવે છે. આ રીતે ઉક્ત સંયુક્ત સાહસ ઈંધણ અને પ્રવાસને લગતી (મોબિલિટી) સેવાઓમાં અગ્રણી બની શકશે.

ભારતભરનાં જિયો-બીપી મોબિલિટી સ્ટેશનોમાં ભાવ વધારે લીધા વગર ઈંધણમાં એડિટિવ્સ ઉમેરીને આપવામાં આવશે. ઈંધણમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસીત ‘ACTIVE’ ટેક્નૉલૉજી ઉમેરવામાં આવશે, જેનાથી એન્જિનના મહત્ત્વપૂર્ણ ભાગો પર રક્ષણાત્મક કવચ તૈયાર થાય છે અને એન્જિન સાફ રહે છે.

જિયો-બીપી પોતાનાં મોબિલિટી સ્ટેશનોમાં ઈલેક્ટ્રિક વાહનો માટેનાં ચાર્જિંગ સ્ટેશનોનું તથા બૅટરી સ્વૉપ સ્ટેશનોનું નેટવર્ક સ્થાપશે. એ ઉપરાંત ‘મોબિલિટી’ પોઇન્ટ નામે કેટલાંક સ્વતંત્ર સ્થળો પણ રાખવામાં આવશે. આ સંયુક્ત સાહસ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટેની અગ્રણી માળખાકીય સુવિધા બનવા માગે છે.

પ્રવાસે નીકળેલા વાહનધારકોને નાસ્તા-પાણીની સુવિધા વાઇલ્ડ બીન કૅફે મારફતે પૂરી પાડવામાં આવશે. સપ્તાહના સાતેય દિવસ ચોવીસે કલાક ખૂલ્લી રહેતી આ દુકાન ભારતના સૌથી મોટા રિટેલર – રિલાયન્સ રિટેલ પાસેથી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ, નાસ્તો, પીપરમિંટ-ચોકલેટ જેવી વસ્તુઓ ખરીદે છે.

વાઇલ્ડ બીન કૅફે બીપીની આંતરરાષ્ટ્રીય હાજરી ધરાવતી સુવિધા છે. તેમાં વિશેષ કૉફીની સાથે સાથે મસાલા ચા, સમોસા, ઉપમા, પનીર ટિક્કા રોલ અને ચોકલેટ લાવા કૅક જેવી સ્થાનિક તથા પ્રાદેશિક ચીજવસ્તુઓ પણ મળે છે.

જિયો-બીપી પોતાનાં મોબિલિટી સ્ટેશનોએ કૅસ્ટ્રોલ સાથેના સહયોગથી એક્સપ્રેસ ઓઇલ ચૅન્જ આઉટલેટ પણ ઑફર કરશે, જેમાં વાહનોની તંદુરસ્તી નિઃશુલ્કપણે ચકાસી આપવામાં આવશે તથા પ્રશિક્ષિત નિષ્ણાતો મારફતે નિઃશુલ્કપણે ઓઇલ બદલી કરવામાં આવશે. એક્સપ્રેસ ઓઇલ ચૅન્જ આઉટલેટ નામના આ કેન્દ્રમાં કૅસ્ટ્રોલ લુબ્રિકન્ટ ખરીદનારા ટુ-વ્હીલરના દરેક ગ્રાહકને તદ્દન મફતમાં ઓઇલ બદલી કરી આપવામાં આવશે.

આ નવી મૂલ્યવર્ધિત સેવાઓ ઉપરાંત જિયો-બીપી સંપૂર્ણપણે સ્વયંસંચાલિત સુવિધા પૂરી પાડશે, જેમાં ગુણવત્તા અને માલનું ઉચિત મૂલ્ય આપવામાં આવશે. આમ, જિયો-બીપી મોબિલિટી સ્ટેશનોએ ગ્રાહકને એમના પૈસાનું પૂરેપૂરું મૂલ્ય મળશે. ગ્રાહકોને વિશેષ સેવાઓ આપી શકાય એ માટે બીજી પણ કેટલીક વિશેષતાઓ ઉમેરવામાં આવશે.

ભાવમાં બજારનાં પરિબળોના આધારે તુરંત ફેરફાર, તત્કાળ ડિસ્કાઉન્ટ, અમુક નિશ્ચિત કલાકો દરમિયાન લાભદાયક યોજના તથા સમગ્ર નેટવર્કમાં એકસમાન ડિજિટલ પૅમેન્ટની લવચિક સુવિધા જેવી વિશેષતાઓનો તેમાં સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.