Western Times News

Gujarati News

ભરૂચ શહેરમાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની અધુરી કામગિરી પૂર્ણ કરવા GUDCના અધિકારીઓ સાથે વિપક્ષના સભ્યોએ બેઠક કરી

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ દ્વારા) ભરૂચ, ભરૂચ શહેરના વિવિધ વોર્ડના વિસ્તારોમાં વર્ષો થી ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે.શહેરના ઘણા વિસ્તારો માં અધૂરી કામગીરી તેમજ અસંખ્ય જગ્યાઓ ઉપર ડ્રેનેજ લાઈન ચોકઅપ અને તૂટી જતા રોડ ઉપર ગંદુ પાણી વહેતું થતા આ મામલે વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,નગર સેવક સલીમ અમદાવાદીનાઓ એ જી.યુ.ડી.સીના અધિકારીઓ અને સુપરવાઈઝર સાથે ભરૂચ નગરપાલિકાના ઓફિસર ની હાજરી માં મુલાકાત કરી હતી.
જેમાં ભરૂચ શહેરમાં તૂટેલી ડ્રેનેજ લાઈન ના ગંભીર પ્રશ્ન બાબતે રજૂઆત કરી હતી કે શહેરમાં જ્યાં પણ ડ્રેનેજ લાઈન ના કામો ચાલી રહ્યા છે ત્યાં અને જ્યાં બાકી છે તેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માં આવે.શહેરમાં જ્યાં ચેમ્બરો ના ઢાંકણા તૂટેલા છે તેનું સર્વે કરી ત્યાં નવા ઢાંકણા નાખવામાં આવે.
જે વિસ્તારો, સોસાયટી ઓએ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું કનેક્શન જોઈન્ટ કરી દીધા છે તેવી જે જગ્યાઓ ઉપર ડ્રેનેજ લાઈનનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે.તે ડ્રેનેજ લાઈન ક્લીન કરવામાં આવે અને તે લાઈને સાફ કરીને તે લાઈન ચાલુ કરવામાં આવે.
જે વોર્ડ વિસ્તાર કે જેમાં વોર્ડ નંબર એક માં જે સોસાયટી અને ગલીઓમાં ડ્રેનેજ લાઈન નાખવાની છૂટી ગઈ છે તેને તાત્કાલિક જોડવામાં આવે તેમજ વોર્ડ નંબર ૨ માં ખુશ્બુ પાર્ક, આમેના પાર્ક, લક્ષ્મી નગર, મદની પાર્ક સહીત ના વિસ્તારો માં લેવલ મેઈન્ટેન ન થવાના કારણે અધુરી કામગીરી કરવામાં આવી છે તે જગ્યાએ બૂસ્ટર પંપ બેસાડી લોકોને ડ્રેનેજની સુવિધા આપવામાં આવે..
ભરૂચ શહેરના ૧ થી ૧૧ વોર્ડમાં જ્યાં પણ ડ્રેનેજ લાઈન અધુરી છે તે પૂર્ણ કરવામાં આવે તેમજ શહેરમાં બાકી રહી ગયેલા એક્સેસ કામોની મંજુરી તાત્કાલિક લઈ એ કામગીરી શરૂ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે મુલાકાત દરમ્યાન ભરૂચ શહેરમાં તેમજ મોહંમદપુરા થી બાયપાસ રોડનું પેચ વર્ક કામ અધૂરું છે તેને પેવર મશીન થી કામગીરી કરી કરવા રજુઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે હાલ ચાલતા માર્ગના પેચવર્ક ની કામગીરી દરમ્યાન રાજકીય પક્ષો દ્વારા માર્ગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ માર્ગની ગુણવત્તા જો નહીં સચવાય તો આવનાર દિવસો માં આ માર્ગો પુનઃ બિસ્માર બનશે તો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો હાલ તો શહેરીજનો માં ચર્ચાઈ રહ્યા છે.ત્યારે કોન્ટ્રાકટ દ્વારા ચાલતા આ પેચવર્ક માં મટિરિયલ્સ ની ગુણવત્તા જાળવવામાં આવે તે જરૂરી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.