Western Times News

Gujarati News

આઈએએસ અશોક ખેમકાની ૩૦ વર્ષની નોકરીમાં ૫૪મી બદલી કરવામાં આવી

ચંડીગઢ, હરિયાણા સરકારે ફરી એકવખત આઈએએસ અધિકારી અશોક ખેમકાની બદલી કરી નાંખી છે. વર્ષ ૧૯૯૧ની બેચના આઈએએસ અધિકારીની આ ૫૪મી બદલી છે. પુરાતત્વ, નેશનલ આર્કાઈવ તથા સંગ્રહાલય વિભાગથી દૂર કરીને મત્સ્ય અને સાયન્સ વિભાગના સચીવ બનાવી દેવાયા છે. શુક્રવારે મોડી સાંજે અધિકારીની બદલી તથા નિયુક્તિના આદેશ આપ્યા છે. અરૂણ ગુપ્તાને પુરાતત્વ, નેશનલ આર્કાઈવ તથા સંગ્રહાલય વિભાગના સચીવ તરીકેની જવાબદારી મળી છે.

૩૦ વર્ષના કાર્યકાળમાં ખેમકા પદ પર વધુ સમય સુધી કાયમ રહી શક્યા નથી. જે કોઈ વિભાગમાં ગયા ત્યાં કોઈને કોઈ ગડબડ પકડી પાડતા મામલો વિવાદે ચડ્‌તો હતો. તા.૨૨ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ એની ટ્રાંસફર કરી દેવામાં આવી હતી. પણ એમને કોઈ મોટું કે મહત્ત્વનું ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું નથી. બે વર્ષ પહેલા વિજ્ઞાન અને ટેકનોલોજીના સચીવ પદેથી દૂર કરીને પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના સચીવ બનાવી દેવામાં આવ્યા હતા.

માર્ચ ૨૦૧૯માં ખેલ તથા યુવા મામલાના સચીવ બનાવાયા હતા. પછી રાજ્ય સરકારે એને બદલી કરી બીજાે વિભાગ સોંપી દીધો હતો. નવેમ્બર ૨૦૧૮માં તેમણે યુવા તથા ખેલ વિભાગનો કાર્યભાર સોંપાયો હતો. સતત થતી બદલીને લઈને ખેમકાનું દર્દ સામે આવ્યું છે. આ બદલી બાદ તેમણે પહેલા ટ્‌વીટ કરી હતી.

ખેમકા જે વિભાગમાં જાય છે એ વિભાગમાંથી કોઈને કોઈ કૌભાંડ પકડી પાડે છે. પૂર્વ હુડ્ડા સરકારમાં વીજ વિકાસ નિગમમાંથી કૌભાંડ પકડી પાડ્યું હતું. વર્ષ ૨૦૧૨માં અરાવલી વિસ્તારમાં ફરીદાબાદના કોટ ગામે ૩૧૦૦ એકર જમીનની ડીલ રદ્દ કરી દીધી હતી. જેમાં રોકી તથા રોબર્ટ વાડ્રા સાથે જાેડાયેલી એક કંપનીને પણ છાંટા ઊડ્યા હતા. જેના કારણે રાજ્યભરમાં બબાલ થઈ હતી.

હુડ્ડા સરકારના ૧૦ વર્ષમાં ખેમકાની ૨૨ ટ્રાંસફર થયેલી છે. ભાજપ સરકારમાં ખેમકાએ સમાજ કલ્યાણ વિભાગમાં ગડબડ પકડી પાડી હતી. જેના કારણે ત્રણ લાખ પેન્શનર્સનું પેન્શન રોકી રાખ્યું હતું. આ સિવાય રમતગમત વિભાગમાં અનિયમિતતા ઉઘાડી પાડી હતી. જેના કારણે તેઓ ભાજપ સરકારના ટાર્ગેટમાં રહ્યા છે. આ પહેલા પણ તેઓ સત્તા પર રહેલી સરકાર સામે બાથ ભીડી ચૂક્યા છે. જાેકે, ખેમકા પોતાની ટ્રાંસફરને કારણે સમાચારોમાં રહ્યા છે. હરિયાણામાં રાજ્ય સરકાર સુધી એમના કાર્યના પડઘા પડ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.