Western Times News

Gujarati News

ટ્રેનમાંથી ભાજપના નેતાની ૩૦ હજારની સાઇકલ ગાયબ, ૭૨ ગામોની યાત્રા કરવાના હતા

ભોપાલ, મધ્ય પ્રદેશમાં સરકારથી લઈને રેલવે વિભાગમાં એ સમયે અફરાતફરી મચી જવા પામી છે જ્યારે મધ્ય પ્રદેશની વિધાનસભાના અધ્યક્ષની જ સાઇકલ ટ્રેનમાંથી ગાયબ થઈ ગઈ. વિધાનસભાના અધ્યક્ષ ગીરિશ ગૌતમની સાઇકલ ટ્રેનથી એ સમયે ગાયબ થઈ ગઈ જ્યારે તેને (સાઇકલ) ભોપાલથી રીવા લાવવામાં આવી રહી હતી. ગીરિશ ગૌતમ પડરિયા ગામથી સાઇકલ રેલીની શરૂઆત કરવાના હતા અને ૩૧ ઓક્ટોબરના રોજ દેવતળાવ સ્ટેડિયમમાં તેનું સમાપન થવાનું હતું જેમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાજર રહેશે.

આજે તેમની સાઇકલ રેલીના શુભારંભ પર પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ રીવા પહોંચીની લીલી ઝંડી આપી હતી છે. સાઇકલ રેલી વિધાનસભાના અધ્યક્ષના વિધાનસભા વિસ્તારમાં કાઢવાની હતી જેમાં ગીરિશ ગૌતમ વિધાનસભા વિસ્તારમાં રહેતા લોકો સાથે નજીકથી વાત કરી શકે.

વિધાનસભા અધ્યક્ષના નરેન્દ્ર મિશ્રા દ્વારા ફોન પર ભોપાલથી મોકલવામાં આવેલી સાઇકલ ગાયબ થવાની પુષ્ટિ કરી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સાઇકલ રેલીમાં વિધાનસભા અધ્યક્ષ હવે બીજી સાઈકલનો ઉપયોગ કરશે. કહેવામાં આવી રહ્યું છે જે સાઇકલ ગાયબ થઈ છે તેની કિંમત ૩૦ હજાર રૂપિયા છે.

આ વખત સાઇકલ યાત્રાની બાબતે ગીરિશ ગૌતમનું કહેવું છે કે તેઓ સાઈકલથી પોતાના વિધાનસભા વિસ્તારનો પ્રવાસ કરશે જેથી લોકોને નજીકથી મળી શકાય અને તેમની સમસ્યાઓ જાણી શકાય. દેવતળાવ વિધાનસભા વિસ્તારના લોકો માટે ગીરિશ ગૌતમની સાઇકલ યાત્રા કોઈ નવી વાત નથી કેમ કે આ પહેલા તેઓ બે વખત સાઇકલ યાત્રા કરી ચૂક્યા છે.

આ તેમની ત્રીજી સાઇકલ યાત્રા છે પરંતુ તેમની આ યાત્રાની જાહેરાતથી રાજકારણ જરૂર ગરમાઈ ગયું છે. તેમની સાઇકલ ક્યાંથી ગાયબ થઈ તેની બાબતે અત્યાર સુધી કોઈ ખુલાસો થઈ શક્યો નથી પરંતુ રીવાની ય્ઇઁ સાઈકલને શોધવા માટે લાગી ગઈ છે. ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાટીના પ્રદેશ અધ્યક્ષે યાત્રાને લીલી ઝંડી દેખાડી. ૩૧ ઓક્ટોબરના રોજ યાત્રાની સમાપ્તિ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સભા સાથે થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.