Western Times News

Gujarati News

દેશમાં એવાય.૪ વેરિયન્ટનાં કેસમાં વધારો થઇ રહ્યો છે

નવીદિલ્હી, ભારતમા કોરોના વયરસમાંથી છેલ્લા ઘણા સમયથી રાહત મળી રહી છે. દેશમાં દિવસેને દિવસે કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ વેક્સિન આપવામાં ભારત વર્લ્‌ડ રેકોર્ડ તોડી રહ્યું છે ત્યાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ હવે નવા રૂપ સાથે આવી ગયો છે.

ડેલ્ટા વેરિયન્ટ ભારત જ નહીં દુનિયાના ઘણા દેશોમાં તબાહી માટે જવાબદાર છે ભારતમા એવાય.૪ વેરિયન્ટનાં કેસ વધી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં છ કોરોના વાયરસનાં દર્દીઓમાં આ નવો વેરિયન્ટ મળતા ખળભળાટ મચ્યો છે. આટલું જ નહીં ચોંકવાનારી બાબત છે કે જેટલા લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે તે બધાએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધા હતા.

એવામાં દેશમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું આ નવો વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધારે ખતરનાક છે? અને શું આ વેરિયન્ટ વેક્સિનથી પણ નહીં જાય? જાેકે અત્યારે એક્સપર્ટસ કહી રહ્યા છે કે આ નવો વેરિયન્ટ નથી, હજુ તેની તપાસ કરવાની જરૂર છે. નિષ્ણાતોનો મત છે કે હજુ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે કોરોના વાયરસ હજુ ગયો નથી. દુનિયાભરમાં છરૂ૪ નામક વેરિયન્ટનાં સૌથી વધારે કેસ બ્રિટેનમાં સામે આવ્યા છે અને સાથે સાથે અમેરિકામાં પણ તેના કેસ જાેવા મળ્યા છે.

આ બાજુ દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ એક્શનમાં આવ્યા છે. મનસુખભાઈએ કહ્યું કે કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ પર ઈન્વેસ્ટીગેશન કરવામાં આવી રહ્યું છે. આઇસીએમઆર અને એનસીડીસીની ટીમ તેની રિસર્ચ કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.