Western Times News

Gujarati News

વસૂલી જ કરવી હોત તો મહેલોમાં રહેતા હોત: સમીર વાનખેડેની પત્ની

મુંબઇ, આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને લઈને આરોપ લાગી રહ્યા છે. હવે તેમની પત્ની ક્રાંતિએ આ આરોપ પર વિસ્તારથી જવાબ આપ્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ક્રાંતિએ દાવો કર્યો કે જાે સમીર વાનખેડેએ વસૂલી જ કરી હોત તો અમે લોકો મહેલમાં રહેતા. એવામાં વસૂલીના જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે ખોટા છે.

સમીર વાનખેડેની પત્ની ક્રાંતિએ દાવો કર્યો કે તેના પતિને કામ કરતા રોકવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી સમીરે હંમેશાં ઈમાનદારીથી જ કામ કર્યું છે અને કોઈના કારણે આ બધુ સાબિત કરવું પડી રહ્યું છે. ક્રાંતિએ સ્પષ્ટ કર્યું કે સમીર વાનખેડેનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો.

સમીર દાઉદવાળા સર્ટિફિકેટ પર ક્રાંતિએ જણાવ્યું કે મને ખબર નથી આ લોકોએ તે કઈ રીતે તૈયાર કર્યું છે. એ પણ ખબર નથી કે શું તેને માત્ર એક રાતમાં બનાવવામાં આવી છે કે નથી. તેની સ્પષ્ટતા આપવામાં આવી ચૂકી છે. જ્યારે સમીર વાનખેડેની માતા બાબતે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે તે મુસ્લિમ હતી અને તે ધર્મ બદલીને હિન્દુ બની હતી. આ જાણકારી પણ અમે મીડિયાને આપી દીધી હતી.

આર્યન ખાન કેસના સાક્ષી પ્રભાકર સેલે ગત દિવસોમાં દાવો કર્યો હતો કે આર્યનને છોડવા માટે ૨૫ કરોડ રૂપિયાની ડીલ થઈ રહી હતી, જેમાં ૧૮ કરોડ પર સહમતી બની હતી.

તેમાંથી ૮ કરોડ રૂપિયા સમીરને આપવાના હતા. પ્રભાકરના આ આરોપો પર ક્રાંતિએ સ્પષ્ટતા કરતા કહ્યું કે આટલી બધી વસ્તુ પ્રભાકરે કોર્ટમાં કેમ ન રાખી? કોઈક પુરાવા આપવા જાેઈએ. કંઈક શેર કરવામાં આવવું જાેઈએ કે સમીર વાનખેડે સાથે આ વાત થઈ છે પરંતુ ન કરવામાં આવી. છાતી ઠોકીને કહી શકું છું કે મારા પતિ વિરુદ્ધ પુરાવા લાવીને દેખાડી દે.

જ્યારે ક્રાંતિને સવાલ કરવામાં આવ્યો કે શું તેના પતિ અને એનસીબી અધિકારી સમીર વાનખડે બોલિવૂડને ટારગેટ કરી રહ્યા છે તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે એમ જરાય નથી. તેઓ દરેક જગ્યાએ ટારગેટ કરે છે જ્યાં ડ્રગ્સનો વેપાર થાય છે. કાલે કોઈ કોર્પોરેટ ઓફિસમાં ડ્રગ્સ મળ્યું છે તો કહેવામાં આવશે કે કોર્પોરેટને ટારગેટ કરી રહ્યા છે પરંતુ એમ કહેવામાં નહીં આવે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.