Western Times News

Gujarati News

આર્યન ખાન અને અનન્યા પાંડેના ડ્રગ્સ ગ્રુપનું વોટ્‌સએપ ચેટ

નવીદિલ્હી, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ૨૦ ઓક્ટોબરના નકારી દેવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી પર આજે સુનાવણી થશે. આરોપી હાલ આર્થર રોડ જેલમાં બંધ છે. હાઈપ્રોફાઇલ રેવ પાર્ટી ડ્રગ્સ મામલામાં ત્રણની ધરપકડ થઈ છે.

આ મામલે સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં વોટ્‌સએપ ચેટ સામે આવી છે, જેમાં અનન્યા પાંડે વિશે વાત કરવામાં આવી રહી છે. તેમાં કેટલીક ચેટ્‌સ ઢીી દ્ગીુજ ને હાથ લાગી છે. તેમાં આર્યન ખાનના ડ્રગ્સ ગ્રુપનું વોટ્‌સએપ ચેટ પણ સામેલ છે.

એનસીબીના સૂત્રો પ્રમાણે આ સેલિબ્રિટીના બાળકોને ડ્રગ્સના કેટલાક ખાસ ડ્રગ પેડલર અને સપ્લાયર પહોંચાડતા હસા અને તેના દ્વારા ડ્રગ પેડલર બોલીવુડમાં પોતાનું નેટવર્ક આગળ વધારવા ઈચ્છતા હતા.

પ્રથમ ચેટ ૬ જુલાઈ ૨૦૧૯ની છે. આ ચેટ અનન્યા પાંડે અને આર્યન ખાન વચ્ચે છે.
આર્યન- વીડ,અનન્યા- આ ડિમાન્ડમાં છે,આર્યન- હું તારી પાસે સીક્રેટ રીતે લઈશ,અનન્યા- બરાબર છે.

બીજી ચેટમાં થયા ખુલાસા,બીજી ચેટ પણ ૬ જુલાઈ ૨૦૧૯ની છે. આ ચેટ પણ અનન્યા પાંડે અને આર્યન ખાન વચ્ચેની છે. અનન્યા- હવે હું આ બિઝનેસમાં છું,,આર્યન- તે વીડ ખરીદી,આર્યન- અનન્યા,અનન્યા- હું ખરીદી રહી છું.

ત્રીજી ચેટ ૧૮ માર્ચ ૨૦૨૧ની છે. એનસીબીના સૂત્રો પ્રમાણે આ ચેટ આર્યન ખાનના વોટ્‌સએપ ડ્રગ ગ્રુપની છે, જેમાં આર્યન ખાન કહે છે કે Lets do Cocaine. આ સિવાય ગ્રુપમાં આર્યન ખાન કહે છે કે, હું તમને લોકોને એનસીબીથી પકડાવીશ.તમને જણાવી દઈએ કે ૩ ઓક્ટોબરે ધરપકડ થયેલ આર્યન ખાન મુંબઈની આર્થન રોડ સેન્ટ્રલ જેલમાં બંધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.