Western Times News

Gujarati News

ઠગાઈ કેસમાંથી શિલ્પા અને માતાનાં નામ કાઢી નખાયા

લખનઉ, લખનઉના વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦માં આયોસિસ સ્લિમિંગ સ્કિન સલૂન એન્ડ સ્પાની ફ્રેન્ચાઈઝીના નામ પર કરોડોની ઠગી અને નબળી ગુણવત્તાનો સામાન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં શિલ્પા શેટ્ટી અને તેમના માતા સુનંદા શેટ્ટીને મોટી રાહત આપવામાં આવી છે.

પોલીસ દ્વારા આ માતા-દીકરીનું નામ કેસમાંથી હટાવી લેવામાં આવ્યું છે. કંપનીની ડિરેક્ટર તેમજ શિલ્પા શેટ્ટીની સહયોગી કિરણ બાબાને હજી સુધી આ કેસમાં રાહત આપવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે પહેલા આ કેસની તપાસ વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનથી કરવામાં આવતી હતી, પરંતુ લાપરવાહીને કારણે આ તપાસને ચિનહટ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ડીસીપી ઈસ્ટ સંજીવ સુમને જણાવ્યું કે, ૨૦૨૦માં વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. તેમાં એક બ્યુટી પાર્લર સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, મેનેજમેન્ટ દ્વારા ફરિયાદીને યોગ્ય સામાન ઉપલબ્ધ કરવામાં નહોતો આવ્યો.

ચિનહટ પોલીસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ચિનહટથી એક ટીમ મુંબઈ મોકલવામાં આવી હતી. આ કંપની પહેલા શિલ્પા શેટ્ટી સાથે જાેડાયેલી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધી સાત લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

છેતરપિંડી થઈ તે પહેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના માતા સુનંદા શેટ્ટીએ આ કંપની છોડી દીધી હતી. શિલ્પા શેટ્ટી અને સુનંતા શેટ્ટી વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળી શક્યા. પુરાવાના અભાવે માતા-દીકરીનું નામ કેસમાંથી હટાવી લેવામાં આવ્યું છે.

૧૧મી ઓગસ્ટના રોજ શિલ્પા શેટ્ટીને નોટિસ મોકલવામાં આવી હતી. અત્યારે આ કંપીના ડિરેક્ટર કિરણ બાબા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

આ કેસમાં ઓમેક્સ હાઈટ્‌સમાં રહેતા પીડિતા જ્યોત્સનાએ ત્રણ નામચીન લોકો પર આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦ અને ૫૦૬માં કેસ દાખલ કર્યો હતો. આ કેસના મુખ્ય આરોપી વિનય ભસીન, અનામિકા ચતુર્વેદી, ઈશરીફલ ધરમજાવાલા, નવનીત કૌર સુલજાના, આશા અને પૂનમ ઝા હતા. કંપની પર આરોપ હતો કે, પ્રોડક્ટ્‌સ વેચવાના બહાને તેમણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.