Western Times News

Gujarati News

રાજ્યમાં અકસ્માતો તથા અકસ્માતે મોતની સંખ્યા ઘટાડવા રાજ્યગૃહમંત્રીનાં હસ્તે ૯૦ વાહનોની ફાળવણી

(પ્રતિનિધિ)અમદાવાદ, રાજ્ય વિકાસે ગતિ પકડવાં સાથે ધંધા-ઉદ્યોગો પણ વધ્યાં છે. જેને પગલે વાહનોની સંખ્યામાં પણ અભુતપૂર્વ વધારો થયો છે.

વાહનોની સંખ્યા વધવાને પગલે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેનાં પગલે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈને ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા નિધી અંતર્ગત ૪૮ ઈન્ટરસેપ્ટર વાન તથા ૪૨ હાઈવે પેટ્રોલ વાન ખરીદવાનાં આવી છે. આ તમામ વાન આધુનિક સાધનોથી સજ્જ છે.

વધતી જતી જનસંખ્યા, વાહનોની સંખ્યા, શહેરીકરણ તથા રસ્તાઓનાં વિસ્તૃત નેટવર્કનાં કારણે રોડ ઉપર ટ્રાફિકનું ભારણ હાલમાં વધ્યું છે. જેથી રોડ સેફ્ટીને ધ્યાનમાં નિર્ણય લઇ તંત્ર દ્વારા એક્શન પ્લાન તથા ટ્રાફિક નિયમોનાં અમલીકરણ સંબંધી કેસો કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ અકસ્માતો ટાળવા તથા થઈ ગયા બાદ નાગરીકોને જાનમાલને બચાવવા માટે પોલીસ વિભાગ દ્વારા ૪૮ ઈન્ટરસેપ્ટર તથા ૪૨ પેટ્રોલ વાન ખરીદવામાં આવી છે. રૂા.૧૦.૪૬ કરોડના ખર્ચે ખરીદવમાં આવેલી ઈન્ટરસેપ્ટર વાનમાં લેસરસ્પીડ ગન, પીટીસી કેમેરા તથા પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઈન્સ્ટોલ કરેલ છે.

જ્યારે હાઈવે પેટ્રોલ વાનમાં ટાવર લાઈટીંગ સીસ્ટમ, હાઈડ્રોલિક પોર્ટેબલ ફર્સ્ટ રીસ્પોન્ડર ટુલકીટ, જેક, વુડ કટર, સ્ટ્રેચર અને ઓલવેધર ઈન્સ્ટોલ કરવામાં આવી છે. અકસ્માત બન્યા બાદ ઈજાગ્રસ્ત માટે પ્રથમ ૧ કલાક ગોલ્ડન અવર હોય છે એટલે કે તે સમયમાં ઈજાગ્રસ્તને દવાખાને પહોંચાડાય તો જીવ બચવાનાં ચાન્સ રહે છે.

જેથી પેટ્રોલ વાનમાં અકસ્માતગ્રસ્ત વાહનોનાં દરવાજા કાપવા તથા અન્ય રીતે ઈમરજન્સીમાં ઉપયોગમાં લેવા માટેનાં સાધનો ગોઠવેલાં છે. આ પેટ્રોલ વાન વાવાઝોડુ, ભૂકંપ તથા પૂર જેવી પરિસ્થિતિમાં પણ ઉપયોગમાં લઇ શકાય તેવી છે.

આ તમામ વાહનો મંગળવારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યને અર્પણ કરવામાં આવ્યાં હતાં. જે રાજ્યનાં તમામ જીલ્લા તથા શહેર યુનિટને ફાળવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.