Western Times News

Gujarati News

૧૪ વર્ષીય સગીરાને મોબાઈલનું વળગણ લાગતા અભ્યાસ કરવાનું બંધ કરી દીધું

પ્રતિકાત્મક

બાળકોને મોબાઈલ ફોન આપતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સા

અમદાવાદ, કોરોના કાળમાં ઓનલાઈન કલાસ હોવાને કારણે તમામ બાળકો મોબાઈલ કે આઈપેડ સહીતના ઉપકરણોની મદદથી ભણતા હતા. પરંતુ હવે મોટા ભાગના બાળકોને મોબાઈલ ફોનનું વળગતણ થઈ ગયું છે. ત્યારે માતા-પિતા માટે ચેતવણીરૂપે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જેમાં ૧૪ વર્ષીય સગીરાને મોબાઈલનું એવું વળગણ વળગ્યું હતું. કે ઓનલાઈન કલાસની જગ્યાએ વીડીયો ગીતો જ સાંભળતી અને અભ્યાસમાં ધ્યાન આપતી ન હતી. માતા-પિતા કંઈ પણ બોલે તો તેમની સાથે ખરાબ વર્તન કરતી હતી. જાે ટીચર સગીરાના અભ્યાસ માટે ઘરે આવે તો તેમની સાથે પણ ખરાબ વર્તન કરતી હતી. છેવટે સગીરાની માતાએ અભયમની મદદ માંગતા અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલીગ કરી મામલો થાળે પાડયો હતોો.

શહેરના એક વિસ્તારમાંથી એક મહિલાએ અભયમની ટીમને ફોન કરી જાણ કરી હતી કે, મારી દીકરી ફોનમાં વધારે સમય પસાર કરે છે અને અભ્યાસમાં ધ્યાન આપતી નથી. અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું હતું કે, ૧૪ વર્ષીય દીકરીને ઓનલાઈન કલાસ હોવાથી તેનો ફોન અપાવવામાં આવ્યો હતો.

તેને ફોનનું એટલું બધું વળગણ લાગ્યું હતું કે, ઓનલાઈન કલાસમાં પણ વીડીયો સંગ સાંભળતી અને આખો દિવસ ફોન પર જ વીડીયો જાેયા કરે છે. અને અભ્યાસમાં ધ્યાન આપતી નથી. માતા-પિતા ઠપકો આપે તો તેમની સાથે ખરાબ વર્તન કરે છે, સ્કૂલ શરૂ થતા તે ત્યાં જતી નથી

અને જાે ઘરે ટીચર ભણાવવા માટે આવે તો તેમની સાથે પણ સારું વર્તન કરતી નથી. અભયમની ટીમે ૧૪ વર્ષીય સગીરાનું કાઉન્સેલીગ કરી મોબાઈલનું વળગણ દૂર કરીને સ્કુલે જવા માટેની સમજ આપી હતી. જેથી ૧૪ વર્ષીય સગીરાને પોતાની ભુલ સમજાતા તેણે સ્કૂલે જવાની તથા અભ્યાસમાં ધ્યાન આપવાની બાંહેધરી આપી હતી. આ રીતે અભયમની ટીમે મોબાઈલના વળગણ વળગેલી ૧૪ વર્ષીય સગીરાનું કાઉન્સેલીગ કરી મામલો થાળે પાડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.