Western Times News

Gujarati News

સ્વર્ગસ્થ મહેશ-નરેશને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર નવમી નવેમ્બરે એનાયત થશે

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતી ફિલ્મ સંગીત જગતની લોકપ્રિય અદાકાર બેલડી સ્વર્ગસ્થ મહેશ-નરેશને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર રાષ્ટ્રપતિશ્રીના હસ્તે નવમી નવેમ્બરે એનાયત થવાની જાણકારી આપી હતી.

સ્વ. મહેશ-નરેશને ગત તા.ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ અવસરે મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર અને પ્રધાનમંત્રીશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને આગામી નવમી નવેમ્બરે અર્પણ કરાશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સ્વ. નરેશ કનોડિયા અને તેમના ભાઈ સ્વ. મહેશ કનોડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ બંનેને અનોખી શ્રદ્ધાંજલિ આપવા “મહેશ-નરેશ સ્મૃતિના સથવારે” સંગીત કાર્યક્રમનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહેશ- નરેશ જાેડીના ફિલ્મથી લઇ સમાજસેવા ક્ષેત્રે યોગદાનની ભારોભાર પ્રસંશા કરી હતી. કનોડિયા બંધુઓની ખોટ બધાને સાલશે તેમ જણાવી કનોડીયા પરિવારને સાંત્વના પણ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્વ. મહેશ-નરેશની ગીત-સંગીતની સફર સાથેના પોતાના અભ્યાસકાળના- કોલેજકાળના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી નીમાબેન આચાર્ય, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, શ્રમ

અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, જીગ્નેશ કવિરાજ, પાર્થિવ ગોહિલ સહિત મહાનુભાવો, મહેશ-નરેશના ચાહકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.