Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ઠેરઠેર ગેરકાયદેસર ફટકડાનું વેચાણ!

અમદાવાદ, દિવાળીનો તહેવાર નજીક આવતા શહેરમાં ઠેરઠેર ફટકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. બિલાડીના ટોપની જેમ ફટાકડાના વેપારીઓ ફૂટી નીકળ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, અમદાવાદમાં ફટકડાનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યુ છે. અમદાવાદમાં માત્ર ૧૫૦ વેપારીઓને જ ફાયર એનઓસી મળી છે જ્યારે શહેરમાં ફટાકડાના વેચાણ માટે હજારોની સંખ્યામાં વેપારીઓએ પંડાલ નાખ્યા છે.

ત્યારે ફાયર એનઓસી વગર થતું ફટકડાનું વેચાણ ગેરકાયદે હોવાનો ઘટસ્ફોટ ફાયર વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ આવા ગેરકાયદે વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઊંઘી રહ્યું છે. આવા વેપારીઓ સામે કોણ કાર્યવાહી કરશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. દિવાળીના તહેવારમાં આગ અકસ્માતની ઘટનામાં ૩૦ ટકાનો વધારો થઈ જાય છે.

મોટા ભાગે આગની ઘટના ફટાકડાના કારણે થતી હોય છે. ફટાકડાનું વેચાણ કરવા માટે અમદાવાદ ફાયર વિભાગમાંથી એનઓસી લેવી ફરજીયાત છે. અમદાવાદ ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને એસ્ટેટ વિભાગ સંયુક્ત રીતે મોનીટરીંગ કરીને એનઓસી આપતું હોય છે.

પરંતુ તેમ છતાં ફટાકડાના વેપારીઓ એનઓસી વગર જ ફટકડાનો વેપાર શરૂ કરી દે છે. અમદાવાદમાં આવા ૧ હજારથી વધુ લોકોએ ફટકડાનું ગેરકાયદે વેચાણ શરૂ કરી દીધું છે. સવાલ એ છે કે, આવા લોકો સામે કાર્યવાહી કરશે કોણ. અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ જણાવે છે કે, કુલ ૧૭૦ વેપારીઓને ફટાકડાના વેચાણ માટે એનઓસી આપી છે.

બાકી બીજા ૮૫ વેપારીઓ માટે પ્રક્રિયા ચાલુ છે. પરંતુ એ સિવાય તમામ ફટાકડાના વેચાણ કરતા લોકો ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે. ફાયર એનઓસી લેવા માટે કેટલાક ક્રાઇટેરિયા છે જેમાં કપડાના મંડપમાં ફટકડાનું વેચાણ કરવાની જગ્યાએ પતરાંના શેડમાં વેચાણ કરવું જાેઈએ.

પોલીસ તંત્રએ નિયત કરેલા જથ્થાથી વધુ જથ્થો રાખવો જાેઈએ નહીં. જયા ફટાકડાનું વેચાણ થતું હોય ત્યાં સ્પ્રિંકલર, ફાયર સેફટીના સાધન હોવા જાેઈએ. જાેકે વસ્ત્રાલના હેમંતભાઈ ખમાર જેવા કેટલાક એવા વેપારીઓ પણ છે જેઓ ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો સાથે ફટકડાનું વેચાણ કરી રહ્યા છે. જેઓ પણ માની રહ્યા છે કે, વેપારીઓએ ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખી ફટકડાનું વેચાણ કરવું જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.