Western Times News

Gujarati News

ડ્રગ્સ કેસઃ આર્યન ખાનને આજે પણ ન મળ્યા જામીન, આવતીકાલે ફરી સુનાવણી

File

મુંબઇ, મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને આજની રાત જેલમાં જ વિતાવી પડશે.  ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન પર આજે સુનાવણી કરવામાં આવી હતી. પરંતુ આજે પણ તેને જામીન ન મળ્યા. આર્યન ખાનની જામીન પર બોમ્બે હાઇકોર્ટે ગુરુવાર સુધી સુનાવણી ખારીજ કરી દીધી છે. એવામાં આર્યન ખાનને આર્થર રોડ જેલમાં જ રાત વિતાવવી પડશે. કોર્ટ હવે જામીન અરજી પર આવતીકાલે ફરી સુનાવણી કરશે.

અમિત દેસાઈએ જણાવ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જોઈ શકો છો. NCB પાસે ધરપકડ માટે કોઈ પૂરતા પુરાવા ન હતા. ધરપકડ તે ગુના માટે કરવામાં આવી છે જે ગુનો કરવામાં આવ્યો જ નથી. અરબાઝ પાસેથી ફક્ત 6 ગ્રામ ચરસ મળ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહી છે તે સાબિત કરવા માટે તેમણે વોટ્સએપ ચેટ કોર્ટ સમક્ષ રજૂ કર્યું છે. આ ચેટ્સનું ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65 B અંતર્ગત કોર્ટમાં NCBના આ પુરાવા માન્ય નથી. ફોન સીઝ કરવામાં આવ્યો નથી પરંતુ રિમાન્ડ કોપીમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.