Western Times News

Gujarati News

સતત બીજા વર્ષે કોરોના સંક્રમણના કારણે સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂનમનો મેળો રદ્દ

સોમનાથ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત થતો આવતો પ્રાચીન અને ધાર્મિક પરંપરા વાળો લોકમેળો જે કાર્તિકી પૂનમના દિવસે સોમનાથમાં શરૂ થતો હોય છે અને પાંચ દિવસ ચાલતા હોય છે. આ મેળાને આ વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે રદ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

સતત બીજા વર્ષે મેળાને રદ્દ કરવાની ફરજ પડી છે અને મેળાનું આયોજન અને વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ કરતું હોય છે. ત્યારે આ વર્ષે પણ મેળાને રદ્દ કરવાની ફરજ પડી છે અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથની યોજાતો આવતો મેળો ભાતીગળ મેળા તરીકે પણ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. અહીં પણ ખુબ મોટી સંખ્યામાં લોકો મેળા મહાલવાની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ આવતા હોય છે.

સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂનમના મેળાને રદ કરવાને લઈને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણ લહેરીએ જણાવ્યું હતું કે કુંભ મેળાના આયોજન બાદ જે પ્રકારે સંક્રમણ સતત વધી રહ્યુ હતુ આવી પરિસ્થિતિમાં કોઈ પણ મેળાના આયોજન કરવાને લઈને રાજ્ય સરકાર મંજૂરી આપતી નથી.

આવી પરિસ્થિતિમાં મેળાનું આયોજન કરવું અથવા તો મેળાના આયોજનને મંજુરી સરકાર મંજૂરી આપે તેવી કોઈ પણ શક્યતાઓ વર્તમાન સમયમાં જાેવાઈ રહી નથી માટે સતત બીજા વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથમા. આયોજિત નહીં થાય.

વર્ષ ૧૯૫૫ થી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમના પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન થતું આવ્યું છે. ૬૬ વર્ષના મેળાના ઇતિહાસ દરમિયાન આ વર્ષે મળીને કુલ ત્રણ વખત મેળાને રદ કરવાની ફરજ પડી છે.

ભારત અને ચાઇના વચ્ચે થયેલા યુદ્ધના સમયે આ મેળાને રદ કરવો પડ્યો હતો. ત્યારે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને કારણે કાર્તિકી પૂનમના મેળાને રદ કરવાની ફરજ પડી રહી છે મેળાના ઇતિહાસ માં ત્રીજી ઘટના છે કે કોઇ સમસ્યા ઊભી થઈ હોય અને મેળાનું આયોજન રદ કરવું પડ્યું હોય.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.