Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ કોરોના પોઝિટિવ

મુંબઇ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેણે પોતે ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોવિડ-૧૯ના હળવા લક્ષણો જાેવા મળ્યા છે. બીજી બાજું ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૬ હજાર ૧૫૬ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૧૭ હજાર ૯૫ સાજા થયા છે.

આ દરમિયાન કોરોનાથી ૭૩૩ લોકોના મોત થયા છે. આ પછી, દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને ૩ કરોડ ૪૨ લાખ ૩૧ હજાર ૮૦૯ થઈ ગઈ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ હજાર ૯૫ લોકો સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં ૩ કરોડ ૩૬ લાખ ૧૪ હજાર ૪૩૪ લોકો સાજા થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન, રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે ૯૩ લોકોએ જીવ ગુમાવ્યો છે, જેનાથી મૃત્યુઆંક ૨૯,૯૭૭ પર પહોંચી ગયો છે. રસીકરણના મોરચે, ૧૮ વર્ષથી વધુ વયની વસ્તીના ૯૪.૫ ટકા (૨.૫૨ કરોડ)એ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને ૪૯.૫ ટકા (૧.૩૨ કરોડ) એ બંને ડોઝ મેળવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.