Western Times News

Gujarati News

મેટ્રો બ્રાન્ડ્સે એનો 600મો ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો

બેંગાલુરુમાં મેટ્રો બ્રાન્ડ્સના 36મા સ્ટોર અને બ્રાન્ડ મેટ્રોનો 14મા સ્ટોરમાં દા વિન્શી, સ્કેચર્સ, આઇડી, ફિટફ્લોપ અને ક્રોક્સ જેવી આધુનિક બ્રાન્ડ મળશે

બેંગાલુરુ, ભારતની અગ્રણી સ્પેશિયાલ્ટી ફૂટવેર અને એક્સેસરીઝ રિટેલર મેટ્રો બ્રાન્ડ્સ ભારતમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 134 શહેરોમાં કામગીરી ધરાવે છે. કંપનીએ ભારતના ટેક-સિટી બેંગાલુરુમાં દેશનો એનો 600મો ફ્લેગશિપ સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે,

જે એના માટે સીમાચિહ્નરૂપ સફળતા છે. બ્રાન્ડ નેમ મેટ્રો અંતર્ગતઆ નવો સ્ટોર બેંગાલુરુના ગોપાલપુરામાં લુલુ ગ્લોબલ મોલમાં સ્થિત છે, જે શહેરનું હાઇ-એન્ડ શોપિંગ ડિસ્ટ્રિક્ટ છે.

1,300-ચોરસ ફીટમાં ફેલાયેલી આ મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ દા વિન્શી, સ્કેચર્સ, આઇડી, ફિટફ્લોપ અને ક્રોક્સ જેવી આધુનિક રિટેલ શૂ બ્રાન્ડ્સનું રિટેલિંગ કરશે. આ સ્ટોર ઇકોનોમી, મિડ-રેન્જ અને પ્રીમિયમ ફૂટવેર અને એક્સેસરીઝની બહોળી વિવિધતા પણ પૂરી પાડશે. સ્ટોરમાં પુરુષો અને મહિલાઓ એમ બને માટે કેઝ્યુઅલ અને ફોર્મલ ફૂટવેર અને એક્સેસરીઝ માટે નવા અને રોમાંચક લૂક પણ હશે.

બેંગાલુરુમાં મેટ્રો બ્રાન્ડ્સનો સ્ટોરના ઉદ્ઘાટન પર મેટ્રો બ્રાન્ડ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિસ્સાન જોસેફે કહ્યું હતું કે, અમને અમારો 600મો સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરતા ખુશી થાય છે, જ મેટ્રો બ્રાન્ડ્સનો બેંગાલુરુમાં મેટ્રો બ્રાન્ડ્સનો 36મો સ્ટોર અને બ્રાન્ડ મેટ્રોનો 14મો સ્ટોર પણ છે.

અમે અમારા કિંમતી ગ્રાહકોને શ્રેષ્ઠ ફૂટવેર અને એક્સેસરીઝ પ્રદાન કરવા આતુર છીએ. મેટ્રો બ્રાન્ડ્સ ગુણવત્તા પ્રત્યે સભાન ભારતીય ગ્રાહકને એની શ્રેષ્ઠ બ્રાન્ડ્સ અને ઓફર પ્રદર્શિત કરવાનું જાળવી રાખશે.”

મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ સ્ટોર્સમાં મિડ-ટૂ અપર રેન્જ હશે, જેમાં લેડીઝ ફૂટવેરના ભાવ રૂ. 990થી રૂ. 3990ની રેન્જમાં છે. પુરુષોના કલેક્શનની કિંમત રૂ. 1,490થી રૂ. 14,990 વચ્ચે છે.

31 માર્ચ, 2021 સુધી મેટ્રો બ્રાન્ડ્સ ભારતમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 134 શહેરોમાં 586 સ્ટોર ધરાવતી હતી. 31 માર્ચ, 2021 સુધી મેટ્રો બ્રાન્ડ્સનો કુલ રિટેલ બિઝનેસ એરિયા 720,994 ચોરસ ફીટ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.