Western Times News

Gujarati News

વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં ઠંડા પીણાંની બોટલ હટાવી પણ પાછી મૂકવી પડી

દુબઈ, ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિને રોનાલ્ડોની જેમ જ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ઓપનર બેટ્‌સમેન ડેવિડ વોર્નરે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકા કોલાની બોટલો હટાવી પણ પછી થયું કંઈક એવું કે તેને રોનાલ્ડોની જેમ હટાવી શક્યો નહીં અને બન્ને બોટલો જેમ હતી તેમ પાછી મૂકી દેવી પડી હતી. જાેકે, આમ કરવાથી કંપનીને કોઈ નુકસાન થયું છે કે નહીં તેની વિગતો સામે આવી નથી.

ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને સાત વિકેટથી હરાવ્યા પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પહોંચેલા વોર્નરે કોલ્ડડ્રિંકની બે બોટલો ટેબલ પરથી ઉઠાવી લીધી હતી અને પછી બોલ્યો હતો કે, “શું આ હટાવી શકું? જાે કે મારે તેને અહીં રાખવાની છે.”

આ પછી આગળ વોર્નર બે કોલ્ડડ્રિંકની બોટલો પાછી મૂકતી વખતે એવું પણ બોલે છે કે, “જાે આ ક્રિસ્ટિનો માટે સારું છે, તો મારા માટે પણ સારું છે, એ સાચું.”

નોંધનીય છે કે, આ પહેલા જ્યારે ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિનો રોનાલ્ડોએ યુરોપિયન ચેમ્પિયનશિપની પ્રેસ કોન્ફરન્સમાં સોફ્ટ ડ્રિંકની બોટલ હટાવી હતી ત્યારે દુનિયા જાણીતી સોફ્ટ ડ્રિંકની કંપનીમાં ૪ બિલિયન યુએસ ડૉલરનો ફટકો પડ્યો હતો.

વોર્નરે સોફ્ટ ડ્રિંકની બોટલો હટાવી હતી તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે, આના લીધે સોફ્ટ ડ્રિંકની કંપનીને કોઈ નુકસાન થયું કે નહીં તેવી વિગતો સામે આવી નથી.

જાે કે, જ્યારે વોર્નરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોફ્ટ ડ્રિંકની બોટલો હટાવીને ટેબલની નીચે કરી કે તરત ત્યાં એક વ્યક્તિ દોડી આવી હતી, આ પછી વોર્નરે બબડીને બોટલ જેમ હતી તેમ જ પાછી મૂકી દીધી હતી.

૩૫ વર્ષના ડેવિડ વોર્નરે શ્રીલંકા સામેની મેચમાં ૪૨ બોલમાં શાનદાર બેટિંગ કરીને ૬૫ રન બનાવ્યા હતા, જેમાં ૧૦ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ૧૫૫ રનનો ટાર્ગેટ માત્ર ૧૭ ઓવરમાં પૂર્ણ કરીને મેચ જીતી લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.