Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૨ કેસો નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૨૨ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૪ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૨૪૬ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે.

તો આજના દિવસમાં કુલ ૩,૫૩,૬૭૪ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૯૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૮૭ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૨૪૬ નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૦૮૮ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

જાે કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. આજે વડોદરા કોર્પોરેશનમાં ૭, સુરત કોર્પોરેશન ૫, અમદાવાદ કોર્પોરેશનમાં ૪, વલસાડ ૪, જુનાગઢ અને કચ્છમાં ૧-૧ કેસ નોંધાયો હતો.

જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૩ ને રસીનો પ્રથમ જ્યારે ૧૫૪૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૨૬૦૨ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૮૪૭૫૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૮૨૦૫ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨,૧૬,૫૬૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે એક જ દિવસમાં ૩,૫૩,૬૭૪ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૦૨૪૨૨૨૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.