Western Times News

Gujarati News

ગીરના ખેતરમાં એકસાથે ૯ સિંહોનું ઝુંડ આવી ચઢ્યું

ગીર, ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જાેવા મળી જાય છે જે ક્યારેય જાેયો ન હોય. ગીરમાં સિંહોના ઝુંડ ભાગ્યે જ જાેવા મળે છે. આવામાં ઉનાથી એક સુંદર મજાનુ પિક્ચર સામે આવ્યુ છે.

એકસાથે ૯ સિંહ એક તસવીરમાં જાેવા મળ્યા છે. ગીરના સિંહો ક્યાંક ફરતા દેખાય તો રાહદારીઓ તેમની તસવીર અને વીડિયો લેવાનું અચૂક રાખે છે. આવામાં ઉનામા એક ખેતર એકસાથે ૯ સિંહ આવી ચઢ્યા હતા. ખેતરમાં એકસાથે ૯ સિંહ બેસ્યા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

જાણે ખેતરની રખેવાળી કરતા ન હોય તેમ તમામ સિંહ અલગ અલગ સ્પોટ પર આરામ ફરમાવતા જાેવા મળ્યા છે. જાેકે, આ નજારો જાેઈને જેનુ ખેતર હોય એ ખેડૂતના આંખે તમ્મરિયા આવી જાય. આ ઉપરાંત તાજેતરમાં જ અતિપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં સિંહના આંટાફેરા જાેવા મળ્યા હતા.

ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે બે સિંહો આરામથી લટાર મારતા જાેવા મળ્યા. બે સિંહ સીસીટીવી કેમેરામાં ફરતા કેદ થયા હતા. ગિરનાર જંગલમાંથી અનેકવાર ભવનાથ તળેટી વિસ્તારમાં સિંહો આવી ચઢ્યાની ઘટના સામે આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.