Western Times News

Gujarati News

શ્રીરામ પીઠમાં મુસ્લિમ મહિલાઓના દીપ પ્રગટશે, અમારો પ્રયત્ન નફરતની આગ પર પાણી નાખવાનો

લખનૌ, દિવાળી નિમિત્તે અયોધ્યાના સાકેત ભૂષણ શ્રીરામ પીઠમાં કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવડા જાેવા મળે છે. કાશીની મુસ્લિમ મહિલાઓ ગાયના છાણ અને માટીમાંથી તૈયાર કરાયેલા ૧૦૮ દીવડા અયોધ્યા મોકલી રહી છે.

દીવડા તૈયાર કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે શ્રીરામ તમામ હિન્દુસ્તાનીઓના પૂર્વજ હતા, માટે રામ સૌના છે અને રામ સૌમાં છે. આ દીવડાથી ગૌ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને ધાર્મિક નફરતથી મુક્તિનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાલ ભારત સંસ્થાના સામૂહિક પ્રયત્નથી કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા રામપંથ આશ્રમમાં ગાયના છાણ અને માટીમાંથી એ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાજનીન અંસારીએ કહ્યું હતું કે અધર્મી રાવણની હિંસાથી વિશ્વને મુક્ત કરાવ્યા બાદ શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા તો ઘરે ઘરે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. પ્રત્યેક વર્ષે દિવાળી આવતાંની સાથે જ અમે અમારા ઘરે ભગવાન રામના આગમનની તૈયારી કરી છીએ.

નાજનીન અંસારીએ વધુમાં કહ્યું હતું કે આજે સંપૂર્ણ વિશ્વ ધર્મના નામથી હિંસાનો શિકાર બન્યું છે. પાકિસ્તાનની ક્રિકેટમાં જીત અંગે ખુશ થઈ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, જે હિન્દુસ્તાનમાં બે ધર્મ વચ્ચે વૈમનસ્ય વધારી રહ્યું છે.

આ સંજાેગોમાં મુસ્લિમ મહિલાઓનો આ નાનો એવો પ્રયત્ન નફરતની ધધકતી આગ પર પાણી નાખવાનું કામ કરશે. માટી અને ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલા શ્રીરામ દીપક અયોધ્યાના સાકેત ભૂષણ શ્રીરામ પીઠમાં પ્રગટાવવામાં આવશે.

અયોધ્યા શ્રીરામ પીઠના કેન્દ્રીય વ્યવસ્થાના વડા ડો. રાજીવ શ્રીગુરુજીએ કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ દ્વારા તૈયાર ૧૦૮ દીપ મંદિર પરિસરમાં પ્રગટાવવામાં આવશે. આ મંદિરમાં ભગવાન શ્રીરામનું પ્રાથમિક શિક્ષણ થયું હતું. આ સાથે ધાર્મિક સમરસતા માટે કાશીના હિન્દુ પરિવારો તથા અન્ય લોકોને મુસ્લિમ મહિલાઓ શ્રીરામ દીવડા ભેટ કરશે.

તેણે વધુમાં કહ્યું હતું કે દિવાળી નિમિત્તે અયોધ્યામાં લાખો દીવડા પ્રગટાવવામાં આવશે, જેમાં ૧૦૮ દીવડા મુસ્લિમ મહિલાઓના પણ હશે. આજે સમગ્ર વિશ્વને શ્રીરામ સંસ્કૃતિને અપનાવવાની જરૂર છે. મુસ્લિમ દેશ જાે શ્રીરામ સંસ્કૃતિને અપનાવવાનું શરૂ કરશે તો તેમના દેશ અને પરિવારો બચી જશે અન્યથા ધાર્મિક હિંસા ચાલતી રહેશે. સૌ મુસ્લિમ દેશ દિવાળીની ઉજવણી કરે અને પોતાને ત્યાં શાળાઓમાં શ્રીરામ અંગે અભ્યાસ શરૂ કરાવે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.