Western Times News

Gujarati News

યુપીની પ્રજા વીજળીના બિલ દ્વારા થતી ‘લૂંટ’નો ભોગ બની રહી છે: પ્રિયંકા ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશના લોકો ભાજપ શાસિત રાજ્યમાં વીજળીના બિલોની “લૂંટ” હેઠળ પીડાઈ રહ્યા છે અને કહ્યું કે જ્યારે તેમની પાર્ટી સત્તામાં આવશે ત્યારે આ પીડા સમાપ્ત થઈ જશે.

કોંગ્રેસના મહાસચિવે એક મીડિયા રિપોર્ટને પણ ટેગ કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વીજળી વિભાગે એક શ્રમિકને ૧૯ કરોડથી વધુના વીજળી બિલની નોટિસ આપી છે. “ભાજપના શાસનમાં વીજળીના બિલો અને સ્માર્ટ મીટરની લૂંટને કારણે રાજ્યના સામાન્ય લોકો પરેશાન છે,”

વીજળી વિભાગે રોજીરોટી કમાવવા માટે સખત મહેનત કરતા પરિવારને ૧૯ કરોડ ૧૯ લાખ રૂપિયાના વીજળી બિલની નોટિસ આપી”. જ્યારે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે ત્યારે વીજળીના બિલોની આ “લૂંટ”નો અંત આવશે, એમ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.