Western Times News

Gujarati News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જીએસ બાલીનું લાંબી માંદગી બાદ નિધન

નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જીએસ બાલીનું લાંબી માંદગી બાદ ૬૭ વર્ષની વયે મોડી રાત્રે દિલ્હીની એઈમ્સ ખાતે નિધન થયું હતું. તેમના પુત્ર રઘુબીર સિંહ બાલીએ સોશિયલ મીડિયા પર આ સમાચારની માહિતી આપી છે.

પુત્ર રઘુબીર સિંહે કહ્યું, ખૂબ જ દુઃખી હૃદય સાથે, મારે જણાવવું છે કે મારા પિતા અને તમારા પ્રિય જીએસ બાલીજી હવે અમારી સાથે નથી. ગઈકાલે રાત્રે તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મારા પિતા હંમેશા કહેતા હતા કે જી.એસ. બાલી દુનિયામાં હોય કે ન હોય, તેઓ હંમેશા તેમના લોકોના દિલમાં રહેશે. પિતા ભલે દુનિયામાં ન હોય પરંતુ તેમના આદર્શો અને માર્ગદર્શન હંમેશા આપણા હૃદયમાં રહેશે.બાલીનો જન્મ ૨૭ જુલાઈ, ૧૯૫૪ના રોજ કાંગડામાં થયો હતો.

તેમણે કોંગ્રેસ સેવા દળમાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ૧૯૯૫-૯૮ સુધી સેવાદળના રાજ્ય પ્રમુખ હતા. તેઓ ૧૯૯૮માં પ્રથમ વખત નગરોટા બાગવાન મતદારક્ષેત્રમાંથી રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા હતા અને ૨૦૦૩માં ફરીથી ચૂંટાયા હતા. તેઓ વીરભદ્ર સિંહની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારમાં પરિવહન મંત્રી હતા.

બાલી ફરીથી ૨૦૦૭ અને ૨૦૧૨ માં ચૂંટાયા હતા અને ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ટેકનિકલ શિક્ષણ પોર્ટફોલિયો ધરાવવા ઉપરાંત રાજ્યના પરિવહન પ્રધાન તરીકે સેવા આપી હતીતેઓ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તેમના એક સમયના આશ્રિત ભાજપના અરુણ કુમાર કુકા સામે હારી ગયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.