Western Times News

Gujarati News

સેમિફાઈનલમાં પહોંચવા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટક્કર થશે

India's Bhuvneshwar Kumar, left, runs to field the ball after a shot played by New Zealand's Tom Latham during the Cricket World Cup semi-final match between India and New Zealand at Old Trafford in Manchester, England, Wednesday, July 10, 2019. (AP Photo/Aijaz Rahi)

દુબઈ, રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી જ્યારે ટોસ માટે ઉતરશે ત્યારે ઘણા સવાલોના જવાબ મળશે આઈસીસી ટી૨૦ વર્લ્ડકપના આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. આવી જ સ્થિતિ ન્યૂઝીલેન્ડની હશે, ભારતની જેમ તેને પણ પાકિસ્તાને હાર આપી છે.

આ મેચ બંને ટીમો માટે ‘કરો યા મરો’ જેવી છે. જાે તેઓ હારી જશે તો સેમિફાઈનલમાં પહોંચવાનું ચિત્ર ધૂંધળું બની જશે. જાે જીતી જાય તો સ્કોટલેન્ડ, નામિબિયા, અફઘાનિસ્તાન જેવી પ્રમાણમાં નબળી ટીમો સાથે સ્પર્ધા છે. તેવામાં કીવીઓ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે પાંચ મહત્વના સવાલોના જવાબ શોધવાના છે.

હાર્દિક પંડ્યાની ફિટનેસ આ સમયે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. તે બોલિંગ કરશે કે નહીં? પરફેક્ટ રીતે મેચ રમવા માટે ફિટ છે કે નહીં? ટીમ કોમ્બિનેશનમાં તેની ભૂમિકા શું હશે, ઓલરાઉન્ડર કે પ્યોર બેટ્‌સમેન? વિરાટ કોહલીને ઘણા સવાલોના જવાબ શોધવાના છે અને કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર એમએસ ધોની આમાં તેની મદદ કરશે.

પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક એક સ્પેશિયલિસ્ટ બેટ્‌સમેન તરીકે રમ્યો હતો અને ખભાની ઈજાને કારણે મેદાનની બહાર ગયો હતો. જાેકે, શાસ્ત્રી, ધોની અને કોહલીની દેખરેખ હેઠળ તે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કરતો જાેવા મળ્યો છે.

આ સ્થિતિમાં પંડ્યા વિરુદ્ધ અવાજાે ઉઠી રહ્યા છે. ઘણા ભૂતપૂર્વ સિલેક્ટર્સ પંડ્યાને પ્લેઇંગ ૧૧માં રાખવાની ટીમ મેનેજમેન્ટની વાત સમજી શકતા નથી. પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના સિલેક્ટર સંદીપ પાટીલે કહ્યું, ‘જાે તે મેચ દરમિયાન અનફિટ થઈ જાય તો તમે કેવી રીતે કહી શકો કે તે ફિટ છે? મારો મતલબ છે કે આ વર્લ્‌ડ કપ છે, માત્ર સિરીઝ કે મેચ નથી.

પંડ્યા અત્યારે સંપૂર્ણ ૪ ઓવર ફેંકવાની સ્થિતિમાં નથી લાગતો. જાે મેનેજમેન્ટ તેને બહાર રાખવાનો ર્નિણય કરશે તો કેટલાક પ્રશ્નો ઉભા થશે. ઉદાહરણ તરીકે, શાર્દુલ ઠાકુર જેવા સેમી ઓલરાઉન્ડર કે પછી વેંકટેશ જે ઇમ્પ્રુવાઇઝ બોલિંગ કરી શકે છે તેને ટીમમાં રમાડવો જાેઈએ.

તેમજ બેટ્‌સમેન તરીકે શ્રેયસ અય્યર પણ એક વિકલ્પ છે પરંતુ પછી ટીમ પાસે બોલિંગમાં એક વિકલ્પ ઓછો પડશે. વિરાટ અને ટીમ મેનેજમેન્ટ માટે આ સંતુલન સૌથી મોટો પડકાર હશે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે હાર્દિક અને ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને સામેલ કરવાનું સૂચન કર્યું છે.

તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જાે હાર્દિક પંડ્યા ખભાની ઈજાને કારણે બોલિંગ નથી કરી રહ્યો અને ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે તો હું ચોક્કસપણે તેને પંડ્યાથી આગળ ગણીશ. અને કદાચ, તમે ભુવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પણ વિચારી શકો.

ભૂતપૂર્વ ઝડપી બોલર અને મુંબઈના વર્તમાન મુખ્ય સિલેક્ટર સલિલ અંકોલાએ કહ્યું, “જાે પંડ્યા બોલિંગ નહીં કરે તો તે કોઈપણ રીતે ટીમમાં ફિટ નહીં હોય. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે હું મુંબઈનો છું પરંતુ જે લોકો થોડું ક્રિકેટ સમજે છે તેઓ પણ આ સમયે પંડ્યાને બદલે શાર્દુલ ઠાકુરને પસંદ કરશે.

શાર્દુલે પોતાને કેટલું સાબિત કરવું પડશે? જ્યારે પણ તેને તક મળી છે તેણે પોતાની જાતને સાબિત કરી છે. જાે તમને છઠ્ઠા નંબર પર ઓલરાઉન્ડર જાેઈએ છે તો શાર્દુલ પરફેક્ટ છે. તે આ સમયે વિશ્વની કોઈપણ ટીમમાં સ્થાન મેળવી શકે છે. હા, શ્રેયસ અય્યર, તેણે પણ પોતાની જાતને સાબિત કરી દીધી છે, જાે તમારે તે જગ્યાએ વધુ સારો બેટ્‌સમેન જાેઈતો હોય તો તેને તક મળવી જાેઈએ.

ટી-૨૦ વર્લ્‌ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ભારતીય બોલરો જાેરદાર ધોવાયા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ભારતના પાંચેય ટોપ બોલરોને એક પણ તક આપી ન હતી. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં ૩૩ રન આપ્યા. તેનાથી વિપરીત રવિન્દ્ર જાડેજાએ તેની ૪ ઓવરના ક્વોટામાં માત્ર ૨૮ રન જ આપ્યા હતા. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં સ્પિનરોની ભૂમિકા પર પણ મોટો સવાલ થશે.

આગામી મેચ પણ દુબઈમાં છે અને અત્યાર સુધી ત્યાંની મેચોમાં એક પણ વાર ૧૬૦નો સ્કોર પાર નથી થઈ શક્યો. ત્યારે ઓછા સ્કોરવાળી મેચોમાં સ્પિનરોની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે. પ્રથમ મેચમાં રાહુલ ચહરને ન રમાડવા પર સવાલો ઉઠ્‌યા હતા.

પોઈન્ટ ટેબલનું ગણિત પાર પાડી શકશે વિરાટ ?
– ગ્રુપ ૨માં પાકિસ્તાન પોતાની ત્રણેય મેચ જીતીને ટોપ પર છે. તેની મુશ્કેલ મેચો પૂરી થઈ ગઈ છે. નામિબિયા અને સ્કોટલેન્ડ બંનેમાંથી કોઈ એક પર જીત મેળવતાં જ પાકિસ્તાનને સેમિફાઇનલની ટિકિટ મળી જશે.
– ત્યારે આ બાજુ ભારતે ન્યુઝીલેન્ડને હરાવવું જ પડશે. અન્યથા કિવિઝની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. ન્યુઝીલેન્ડ સામે જીત મેળવ્યા પછી જ ભારત પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલશે. જે બાદ તેણે ઓછામાં ઓછા ૮ પોઈન્ટ મેળવવા માટે બાકીની ત્રણ મેચ જીતવી પડશે તો તેને સેમીફાઈનલમાં પહોંચવામાં મુશ્કેલી નહીં પડે.
– ન્યુઝીલેન્ડની સ્થિતિ ભારત જેવી જ છે. તેણે સેમિફાઇનલમાં પહોંચવા માટે બાકીની મેચો પણ જીતવી પડશે.
-અફઘાનિસ્તાન એક એવી ટીમ છે જે ભલે પોતે સેમીફાઈનલમાં ન પહોંચે પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડની રમત બગાડી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનનું આગલા રાઉન્ડમાં પહોંચવાનું નિશ્ચિત છે. જાે ભારત હારશે તો ન્યુઝીલેન્ડની તકો પ્રબળ હશે અને જાે ન્યુઝીલેન્ડ હારશે તો ભારતની સેમિફાઈનલમાં જવાની તક પ્રબળ બનશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.