Western Times News

Gujarati News

૨૮ દિવસે મન્નતમાં પાછા ફરેલા આર્યનનું ઢોલ વગાડીને સ્વાગત

મુંબઈ, શાહરૂખ ખાનનો દીકરો આર્યન આખરે જેલમાંથી મુક્ત થયો છે. ૨૮ ઓક્ટોબરે આર્યન ખાનના જામીન મંજૂર થયા બાદ ૩૦ તારીખે તે આર્થર રોડ જેલમાંથી છૂટ્યો છે. ૨ ઓક્ટોબરે ડ્રગ્સ કેસમાં પકડાયેલો આર્યન ખાન ૨૮ દિવસ બાદ પોતાના ઘરે પહોંચ્યો. આર્યન ખાનને જેલમાં લેવા માટે શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ પહોંચ્યો હતો.

આર્યન ખાન જેલની બહાર નીકળે ત્યારે મીડિયાનો ખાસ સામનો ના થાય તેની રવિએ ચોકસાઈ રાખી હતી. જેલના દરવાજા પાસે જ ગાડી લાવીને ઊભી રખાઈ હતી. ત્યારે આર્યન જેલમાંથી નીકળીને સીધો જ કારમાં બેસીને જતો રહ્યો હતો.

૮ ઓક્ટોબરે આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે ૨૩ દિવસે તેનો છૂટકારો થયો છે. શાહરૂખ ખાની ગાડીઓને કાફલો આર્યનને લેવા માટે પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટનું માનીએ તો શાહરૂખ ખાનનું ઘર આર્થર રોડ જેલથી એક કલાકના અંતરે આવેલું છે.

૨૮ દિવસે આર્યન ખાન ‘મન્નત’ પહોંચ્યો છે ત્યારે ત્યાં એકઠા થયેલા ફેન્સે ઢોલ વગાડીને તેનું સ્વાગત કર્યું હતું. શાહરૂખ ખાનના ઘરની બહાર મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા છે. તેમના હાથમાં આર્યન ખાનને સપોર્ટ કરતાં બેનર પણ જાેવા મળી રહ્યા છે. શાહરૂખના ઘરની બહાર અત્યારે મીડિયાકર્મીઓ તેમજ ફેન્સની ખૂબ ભીડ જાેવા મળી રહી છે. આર્યન ઘરે આવી જતાં ફેન્સનો ઉત્સાહ ચરમ પર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આર્યન ખાનનો બેલ ઓર્ડર આવ્યા બાદ પ્રક્રિયા પૂરી થવામાં વિલંબ થતાં તે જેલમાંથી નીકળી નહોતો શક્યો. શાહરૂખ ખાનની ફેમિલી ફ્રેન્ડ અને એક્ટ્રેસ જૂહી ચાવલાએ આર્યન ખાનના જામીન સંબંધિત દસ્તાવેજાે પર સહી કરી હતી. સ્પેશિયલ કોર્ટમાંથી નીકળ્યા બાદ જૂહીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું, “હું ખુશ છું કે આ બધાનો અંત આવ્યો છે અને હવે આર્યન ખાન જલદી જ ઘરે આવી જશે. આ રાહતની વાત છે.”

આર્યન ખાનના આગમન પહેલા ‘મન્નત’ને રોશનીથી સજાવાયું હતું. છેલ્લા લગભગ એક મહિનાથી પરેશાન શાહરૂખ અને ગૌરીએ હવે રાહતનો શ્વાસ લીધો છે. જણાવી દઈએ કે, આર્યન ખાનને ૧ લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જસ્ટિસ નીતિન સામ્બ્રેની કોર્ટે જામીનની સાથે-સાથે શરતો પણ જાેડી છે. જે મુજબ આર્યને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. તેને દેશની બહાર જતા પહેલા પણ કોર્ટની પરવાનગી મેળવવી પડશે.

વળી, તેને દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં હાજરી પણ પૂરાવવી પડશે. તપાસમાં પૂર્ણ સહયોગ આપવાની સાથે આર્યન પોતાના સહઆરોપીઓ સાથે પણ વાત નહીં કરે, તેમજ કેસને લગતા કોઈ તથ્યો, પુરાવા કે સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ નહીં કરી શકે.

આ ઉપરાંત ગ્રેટર મુંબઈથી બહાર જવાનું છે તો પહેલા કેસના તપાસ અધિકારીને આ અંગેની સૂચના આપવાની રહેશે. જ્યાં જઈ રહ્યા છે તેની પૂરી યોજના અધિકારીને સોંપવાની રહેશે. અને જાે કોઈપણ શરતનું ઉલ્લંઘન કરે છે તો એનસીબી સીધા સ્પેશિયલ જજ/કોર્ટથી જમાનત રદ કરવાની અપીલ કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.