Western Times News

Gujarati News

બસપાના છ ધારાસભ્યો સપામાં જોડાતાં માયાવતીને મોટો ઝાટકો

લખનૌ, યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ઉથલ પાથલ થઈ છે. બહુજન સમાજ પાર્ટીના ૬ ધારાસભ્યો રાતોરાત સમાજવાદી પાર્ટીમાં જાેડાઈ જતા માયાવતીને ઝાટકો લાગ્યો છે. બીજી તરફ ભાજપના એક ધારાસભ્ય પણ સમાજવાદી પાર્ટીમાં જાેડાયા છે.

આ તમામને આજે સપા પ્રમુખ અખિલેશ યાદવે લખનૌમાં પાર્ટીનુ સભ્યપદ અપાવ્યુ હતુ અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, સરકારમાં બેઠેલા માનનીય લોકોને અપીલ છે કે, દિવાળીનો તહેવાર આવી ગયો છે ત્યારે પોતાના ઘરની સફાઈ કરાવી લે અને જે જગ્યાએ ડાઘા છે તે સાફ કરાવી લે. જેથી હવે પછીની સરકારને ત્યાં કશું મળે નહી.

ભાજપના ધારાસભ્યના સપામાં જાેડાવા પર તેમણે કહ્યુ હતુ કે, કદાચ મુખ્યમંત્રીને મારો પરિવાર….ભાજપનો પરિવારનો નારો બદલીને …મારો પરિવાર..ભાગતો પરિવાર… કરવો પડે તો નવાઈ નહી. ભાજપમાંથી બહુ લોકો સપામાં જાેડાવા માંગે છે. લોકોમાં એટલો આક્રોશ છે કે, આગામી ચૂંટણીમાં ભાજપનો સફાયો થઈ જશે.

બસપા છોડનારા ૬ ધારાસભ્યો પૈકી એકે કહ્યુ હતુ કે, અમને તો એક વર્ષ પહેલા જ ખબર પડી ગઈ હતી કે, આગામી સમય સમાજવાદી પાર્ટીનો છે. અખિલેશ યાદવે અમને જેટલુ સન્માન આપ્યુ છે તેટલુ કોઈને નથી આપ્યુ. અખિલેશ યાદવની અત્યારે યુપીને બહુ જરૂર છે. કારણકે યુવાઓ અને શ્રમિકોનુ દુખ તે સમજી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.