Western Times News

Gujarati News

મુનમુન ધમેચાનું જામીન બનવા કોઈ તૈયાર ન હોઈ મુક્તિમાં વિલંબ

મુંબઈ, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલો આર્યન ખાન શનિવારે સવારે આર્થર રોડ જેલમાંથી મુક્ત થયો છે. જેલમાંથી નીકળીને આર્યન ખાન પોતાના ઘર ‘મન્નત’ ખાતે પહોંચી ગયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટની પણ ધરપકડ કરી હતી. આ બંનેને પણ આર્યનની સાથે જ ૨૮ ઓક્ટોબરે જામીન મળ્યા હતા.

હવે મુનમુન ધામેચાના કાઉન્સેલ દ્વારા ટેમ્પરરી કેશ બેલ આપવા માટે અરજી કરવામાં આવશે. મુનમુન ધામેચાના વકીલે બોમ્બે હાઈકોર્ટ સામે તાત્કાલિક અરજી કરી છે. જેમાં મુનમુન ધામેચાને ટેમ્પરરી કેશ બેલ પર મુક્ત કરવાની રજૂઆત કરવામાં આવી છે.

મુનમુન ધામેચા મધ્યપ્રદેશની રહેવાસી છે અને અહીં તેની જામીનના દસ્તાવેજાે પર સહી કરનાર કોઈ મળતું નથી. ડ્રગ્સ કેસમાં આ ત્રણેયના જામીન મંજૂર કરનારા જસ્ટીસ સામ્બ્રેએ મુનમુનના વકીલને અરજી કરવાની સૂચના આપી હતી અને રાહત મેળવવા માટે વેકેશન પહેલા કોર્ટ સમક્ષ આ અરજી પહોંચાડવાનું કહ્યું હતું.

મહત્વનું છે કે, આર્યનના કેસમાં તેના જામીનના દસ્તાવેજાે પર જૂહી ચાવલાએ સહી કરી હતી. ત્યારે આ તરફ મુનમુન ધામેચાનું કોઈ જામીન બનવા તૈયાર ના હોવા તેને જેલ મુક્ત થવામાં મુશ્કેલી નડી રહી છે.

થોડા દિવસ પહેલા જ મુનમુનના વકીલ કાશિફ અલી ખાને અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે વાત કરતાં કહ્યું હતું કે આ કેસમાં સૌથી વધુ તેમની અસીલ જ પીડાઈ રહી છે. તેમણે કીધું હતું, મુનમુનની ધરપકડ થઈ ત્યારથી અને તેને સીએમએમ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં રજૂ કરાઈ ત્યાં સુધી હું એક જ વાતને વળગી રહ્યો છું કે, સ્ટ્રગલિંગ કરી રહેલી વ્યક્તિ જ સૌથી વધુ પીડાઈ રહી છે.

હાલના કેસમાં પકડાયેલા વિવિધ આરોપીઓમાંથી કેટલાય એકબીજાને કોઈ રીતે ઓળખે છે અથવા સંબંધિત છે અથવા મિત્રો છે. પરંતુ મુનમુન ધામેચા એકમાત્ર એવી વ્યક્તિ છે જે હાલના કેસમાં કોઈની સાથે સંબંધ ધરાવતી નથી.

આ તરફ આર્યન ખાન જેલમાંથી છૂટીને ઘરે પહોંચી ગયો છે ત્યારે તેનો મિત્ર અરબાઝ ખાન શનિવારે સાંજે જેલમાંથી મુક્ત થશે. તેના પિતા અસલમ મર્ચન્ટે સવારે મીડિયા સાથેની વાતચીતમાં આ અંગેની જાણકારી આપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.