Western Times News

Gujarati News

જ્વેલરી ડિઝાઈનરની સાથે ૧૨.૭૦ લાખની છેતરપિંડી

અમદાવાદ, શહેરના વાડજ વિસ્તારમાં એક જ્વેલરી ડિઝાઈનર સાથે છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્વેલરી ડિઝાઈનરે નવા દાગીના બનાવવા માટે ૧૨.૭૦ લાખના દાગીના બે સોની ભાઈને આપ્યા હતા. પરંતુ બંને ભાઈઓ સહિત ત્રણ લોકોએ તે દાગીના બારોબાર ગિરવે મૂકી દીધા બાદ છેતરપિંડી આચરતા વાડજ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર વાડજ સૃથાનક વાસી સોસાયટીમાં રહેતા સ્તુતિ શાહ જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કરે છે. તે સોનાના કારીગરો પાસે દાગીના બનાવડાવીને સેલ કરે છે. છેલ્લા ૧૫ વર્ષથી તે સોનાના દાગીના દિનેશ ચંદ્ર શર્મા અને તેમના ભાઇ કમલેશચંદ્ર શર્મા પાસે કરાવતા હોય છે. દરમિયાન ૧૯મી ઓગસ્ટના રોજ ૨૦૦ ગ્રામ જેટલા સોનાના અલગ અલગ દાગીના રીપેર કરાવવા માટે આપ્યા હતા.

બંને ભાઈઓએ ૧૦ દિવસમાં દાગીના તૈયાર કરીને આપવાનો વાયદો કરાયો હતો. જાે કે એક મહિનાનો સમય થઈ ગયો હોવા છતાંય દાગીના પરત ન મળતા સ્તુતિ શાહે તપાસ કરતા દિનેશ શર્માએ કહ્યું હતું કે તેમને ત્યા કામ કરતો કારીગર નરેશ સોની નામનો વ્યક્તિ દાગીના ચોરી કરીને લઇ ગયો છે.

જેથી તેની પાસેથી દાગીના મેળવીને તે પરત કરી આપશે. આ વાતને પણ અનેક દિવસો વીતી ગયા છતાં કોઈ જવાબ ન મળ્યો નહોતો. આ દરમિયાન ૨૫ ઓક્ટોબરે દિનેશ શર્માએ ફોન કરીને જણાવ્યું હતું કે, દાગીના ગિરવે મૂક્યા છે, જાે કે, તેને છોડાવવા માટે પૈસા ન હોવાથી નથી આપી શકતા. જાે તમારે દાગીના જાેઈતા હોય તો સાડા સાત લાખ આપજાે.

બાકી દાગીના માટે હવે કોલ કરતા નહીં તેવી ધમકી આપીને ફોન મૂકી દીધો હતો. જેથી સ્તુતિ શાહે આખરે વાડજ પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.