Western Times News

Gujarati News

બેડરૂમમાંથી સાપનો અવાજ આવતા મહિલાએ રેસ્ક્યૂ ટીમ બોલાવી

પ્રતિકાત્મક

બ્રશને ઓન અને ઓફ કર્યું તો જાણવા મળ્યું કે આ કોઈ ઝેરીલા કોબ્રાનો અવાજ નહીં પરંતુ ટૂથબ્રશનો અવાજ છે

સિંગાપુર,સાપનો અવાજ સાંભળતા જ ભલભલાના હાજા ગગડી જાય છે. આવામાં વિચારો કે જાે અચાનક તમારા બેડરૂમમાંથી સાપનો અવાજ આવે તો શું હાલત થાય? આવું જ કઈક સિંગાપુરમાં એક મહિલા સાથે થયું. મહિલાને બેડરૂમમાંથી સાપનો અવાજ સંભળાયો અને તેને આંખે અંધારા આવી ગયા.

તે એટલી ગભરાઈ ગઈ કે તેણે તરત જ રેસ્ક્યૂ ટીમ બોલાવી લીધી. વાત જાણે એમ છે કે સિંગાપુરમાં એક મહિલાને તેના બેડરૂમમાં કોબ્રા સાપનો અવાજ સંભળાયો. અફરાતફરીમાં તેણે રેસ્ક્યૂ ટીમને ફોન કરી લીધો. જ્યારે રેસ્ક્યૂ ટીમ સાપ પકડવા માટે પહોંચી તો મામલો કઈક બીજાે નીકળ્યો.

રિપોર્ટ મુજબ મહિલાનો ફોન આવ્યા બાદ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કોબ્રાને શોધવા લાગી. ત્યારે તેમને ખબર પડી કે આ તો કોઈ કોબ્રાનો અવાજ નથી પરંતુ એક એવી વસ્તુ હતી જે મહિલા રોજ સવારે ઉઠીને ઉપયોગમાં લેતી હતી. સત્ય સામે આવતા જ મહિલા શરમથી પાણી પાણી થઈ ગઈ.

હકીકતમાં જે અવાજને મહિલાએ કોબ્રાનો અવાજ સમજી લીધો હતો તે તેના ટૂથબ્રશનો અવાજ હતો. મહિલા પાસે એક ઈલેક્ટ્રિક ટૂથબ્રશ હતું. જેમાં પાણી જવાના કારણે તેમાંથી આવો સાપ જેવો અવાજ આવતો હતો. રેસ્ક્યૂ ટીમને મહિલાના બેડરૂમમાંથી ઓરલ બીનું એક ઈલેક્ટ્રિક બ્રશ મળ્યું.

બ્રશનને ઓન અને ઓફ કર્યું તો જાણવા મળ્યું કે આ કોઈ ઝેરીલા કોબ્રાનો અવાજ નહીં પરંતુ ટૂથબ્રશનો અવાજ છે. ઈલેક્ટ્રિક ટૂથબ્રશની બેટરીવાળા ભાગમાં પાણી ગયું હતું. જેવું મહિલાને આ બધી વાતો ખબર પડી કે તે શરમથી લાલચોળ થઈ ગઈ. તેણે રેસ્ક્યૂ ટીમ પાસે માફી માંગી. અત્રે જણાવવાનું કે આ મામલો ઓગસ્ટ મહિનાનો છે પરંતુ હાલ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.