Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદીના ખભે હાથ મૂકી વાત કરનાર આ શખ્સ કોણ છે? જાણો છો

વૈશ્વિક તાપમાન દોઢ ડિગ્રી ઘટાડવા પર થયેલી સહમતિ-મોદીએ જી૨૦ શિખર સંમેલનથી અલગ વિશ્વના અન્ય નેતાઓ સાથે અહીં પ્રસિદ્ધ ટ્રેવી ફાઉન્ટેનનો પ્રવાસ કર્યો

રોમ,  ઇટાલીના રોમમાં જી-૨૦ શિખર સંમેલનમાં બધા સભ્ય દેશોએ મોટો ર્નિણય લીધો છે. ગ્લોબલ વોર્મિંગની ચિંતાઓ વચ્ચે જી૨૦ દેશ વૈશ્વિક તાપમાનને ૧.૫ ડિગ્રી ઘટાડવા પર રાજી થઈ ગયા છે. સૂત્રો પ્રમાણે જી૨૦ નેતાઓએ એગ્રીમેન્ટ પર સહમતિ વ્યક્ત કરી છે.

પ્રિન્સ ચાર્લ્સે વિશ્વના નેતાઓને બાળકોની હતાશા ભરેલી અપીલ પર ધ્યાન આપવાની વિનંતી કરી, જે જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોનો સામનો કરશે. તેમણે કહ્યું કે સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રવિવારથી આરંભ થયેલ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલન ખરેખર પૃથ્વીને બચાવવાની છેલ્લી તક છે. ચાર્લ્સે રોમમાં બેઠક કરી રહેલા જી૨૦ નેતાઓને કહ્યુ કે, તેમની પાસે ભવિષ્યની પેઢીઓની જવાબદારી છે.

પર્યાવરણ સંરક્ષણના સમર્થક ચાર્લ્સે કહ્યુ- સરકારોએ નેતૃત્વકારી ભૂમિકા નિભાવવી જાેઈએ પરંતુ અમે જે સમાધાન ઈચ્છીએ છીએ તેની ચાવી ખાનગી ક્ષેત્રની પાસે છે. ચાર્લ્સ ગ્લાસગો સીઓપી-૨૦ સંમેલનમાં સોમવારે જી૨૦ નેતાઓનું સ્વાગત કરવાના છે.

તેમાં તેમના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાજરી આપવાના હતા, પરંતુ ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી૨૦ શિખર સંમેલનથી અલગ વિશ્વના અન્ય નેતાઓ સાથે અહીં પ્રસિદ્ધ ટ્રેવી ફાઉન્ટેનનો પ્રવાસ કર્યો.

આ ફુવારો ઇટાલીમાં સૌથી વધુ જાેવાતા સ્મારકોમાંથી એક છે અને પર્યટકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. ઐતિહાસિક ફુવારાએ તે ઘણા ફિલ્મકારોને આકર્ષિત કર્યા છે, જેણે બારોક કલા-શૈલી વાળા આ સ્મારકને રૂમાની સ્થળના પ્રતિકના રૂપમાં લોકપ્રિય બનાવ્યું છે.

G20 ઇટાલીએ ટિ્‌વટ કર્યું, “g20 પ્રતિનિધિમંડળના વડાઓએ ય્૨૦ રોમ સમિટના બીજા દિવસની શરૂઆત ટ્રેવી ફાઉન્ટેનની મુલાકાત સાથે કરી, જે શહેરના એક આઇકોનિક સીમાચિહ્ન છે, જે વિશ્વના સૌથી સુંદર ફુવારાઓમાંના એક છે.” લગભગ ૨૬.૩ મીટર ઊંચો અને ૪૯.૧૫ મીટર પહોળો, તે શહેરનો સૌથી મોટો બેરોક ફુવારો છે

અને વિશ્વના સૌથી પ્રખ્યાત ફુવારાઓમાંનો એક છે. પ્રધાનમંત્રી મોદી ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો દ્રેગીના નિયમંત્રણ પર ૩૦થી ૩૧ ઓક્ટોબર સુધી રોમમાં જી૨૦ શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ઇટલી પાછલા વર્ષે ડિસેમ્બરથી જી૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.