Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનનો નામિબિયા સામે ૬૨ રનોથી વિજય થયો

ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટે ૧૬૦ રન બનાવ્યા

નવી દિલ્હી,  ટી૨૦ વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને નામિબિયા વચ્ચે ટક્કર થઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટના નુકસાન પર ૧૬૦ રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાનથી મોહમ્મદ શહેઝાદે સૌથી વધારે ૪૫ રન બનાવ્યા હતા. જેની સામે નામિબિયાની ટીમ ૨૦ ઓવરના અંતે ૯ વિકેટના નુકસાન પર ૯૮ રન જ બનાવી શકી હતી. અને આ સાથે અફઘાનિસ્તાને ૬૨ રનોથી શાનદાર જીત હાંસલ કરી હતી.
૧૬૦ રનોના સ્કોરનો પીછો કરવા ઉતરેલી નામિબિયા ટીમના બેટર્સે ખરાબ પ્રદર્શન કર્યું હતું.

અને અફઘાનિસ્તાનના બોલર્સ હામિદ હસન અને નવીન-ઉલ-હક આગળ ઘૂંટણિયે પડી ગયા હતા. નામિબિયાની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઓપનર ક્રેગ વિલિયમ્સ ૧ રન બનાવીને તો, માઈકલ વેન લિંગેન ૧૧ રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ જેન નિકોલ લોફ્ટી ઈટોન ૧૪ રન અને કેપ્ટન ગેર્હાર્ડે ૧૨ રન બનાવ્યા હતા.

ઝેન ગ્રીન ૧ રન પર તો ડેવિડ વીઝે ૨૬ રનોની ઈનિંગ્સ રમી હતી. જેજે સ્મિત ૦ રન પર પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે જેન ફ્રાયલિંક ૬ રન અને પિક્કી યા ફ્રાન્સ ૩ રન પર આઉટ થયો હતો. રૂબેન ટ્રમ્પેલમેન ૧૨ રન પર તો બર્નાર્ડ સ્કોલ્ટ્‌ઝ ૬ રન પર અણનમ રહ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નવીન-ઉલ-હક અને હામિદ હસને ૩-૩ વિકેટ ઝડપી હતી. અને આ રીતે ૨૦ ઓવરના અંતે નામિબિયાની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૯૮ રન જ બનાવી શકી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી અફઘાનિસ્તાન ટીમની શરૂઆત સારી રહી હતી. બંને ઓપનર્સ સારા ફોર્મમાં જાેવા મળી રહ્યા હતા. હઝરતુલ્લાહ ઝઝઈએ ૨૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૩ રન બનાવ્યા હતા. જ્યારે શાહઝાદે ૩૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૫ રન બનાવ્યા હતા.

જાે કે, ત્યારબાદ ગુરબાઝ માત્ર ૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે અશ્ગર અફઘાને પણ ૨૩ બોલમાં ૩૧ રનોની ઈનિંગ્સ રમી હતી. જાે કે, નજીબુલ્લાહ ૭ રન બનાવીને એલબીડબલ્યુ થયો હતો. પણ કેપ્ટન નબીએ ૧૭ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૩૨ રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. નામિબિયા તરફથી ગત મેચમાં હેટ્રિક લેનાર ટ્રમ્પેલમેને ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે લોફ્ટી-ઈટોને પણ ૨ વિકેટ મેળવી હતી.

અફઘાનિસ્તાનની ટીમ: હઝરતુલ્લાહ ઝઝઈ, મોહમ્મદ શહેઝાદ (વિકેટકીપર), રહેમનુલ્લાહ ગુરબાઝ, નજીબુલ્લાહ ઝદરાન, અશ્ગર અફઘાન, મોહમ્મદ નબી(કેપ્ટન), ગુલ્બદીન નઈબ, રશિદ ખાન, કરિમ જનત, હામિદ હસન, નવીન-ઉલ-હક.

નામિબિયાની ટીમ:  ક્રેગ વિલિયમ્સ, માઈકલ વાન લિન્ગેન, ઝેન ગ્રીન (વિકેટકીપર), ગેર્હાર્ડ ઈરાસમસ (કેપ્ટન), ડેવિડ વીઝ, જેજ સ્મિત, જેન ફ્રાયલિંક, પિક્કી યા ફ્રાન્સ, જેન નિકોલ લોફ્ટી-ઈટોન, રુબેન ટ્રમ્પેલમેન, બેર્નાર્ડ સ્કોલ્ટ્‌ઝ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.