Western Times News

Gujarati News

પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને જમીન-પ્લોટ ફાળવવાનું બંધ થશે

પ્રતિકાત્મક

શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા ૮ કોર્પોરેશન અને ૧૫૬ નપાની હદમાં પ્રદૂષણ ફેલવતા ઔદ્યોગિક એકમોને દૂર કરાશે

અમદાવાદ,  રાજ્યમાં પહેલીવાર આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ૧૫૬ નગરપાલિકાઓના ડેવલોપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં કેમિકલ પ્લાન્ટ માટેની જાેગવાઈઓને દૂર કરવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા દિવાળીના થોડા અઠવાડિયા પછી રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ માટે પહેલાથી જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી કેમિકલ એકમોના પ્રકારોની યાદી માંગી છે. જે નવી આગામી માર્ગદર્શિકામાં સમાવવામાં આવશે. આ એકમો જાેખમી રસાયણો ઉત્પન્ન કરતા હોય, ઝેરી કચરાનો નિકાલ કરતા હોય અથવા જાેખમી ઔદ્યોગિક વાયુઓ બહાર કાઢતી ચીમની ધરાવતા હોવા જાેઈએ. તેનો સમાવેશ આ લિસ્ટમાં કરવામાં આવશે. ગત વર્ષે જુલાઈમાં વિજય રૂપાણી સરકારે આ દિશામાં ચર્ચા શરૂ કરી હતી.

હાલના ઉદ્યોગોને શહેરની બહાર નવા નિશ્ચિત સ્થળોએ શિફ્ટ થવા માટે કરવેરા અને રાહત સ્વરુપે પ્રોત્સાહનો આપવામાં આવશે. નવી વિકાસ યોજનાઓ અને ટીપી સ્કીમ્સ એ સુનિશ્ચિત કરશે કે શહેરોની લિમિટમાં એવા કોઈપણ ઔદ્યોગીક યુનિટ ન હોય જે પાણી અધિનિયમ,૧૯૭૪; એર એક્ટ, ૧૯૮૧ અને એન્વાયરોન્મેન્ટ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૮૬ ની જાેગવાઈઓ સંભવિતપણે પ્રદૂષિત અથવા ઉલ્લંઘન કરતા હોય.” તેમ રાજ્યના શહેરી વિકાસ વિભાગના એક ઉચ્ચ સુત્રએ જણાવ્યું હતું.

અધિકારીએ વધુમાં ઉમેર્યું કે “આજે ઉદ્યોગો શહેરોની મધ્યમાં કાર્યરત છે, જે પ્રદૂષણ નિયંત્રણ માટે લેવામાં આવતા પગલાં અને એકંદર જાહેર આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.”

શહેરી વિકાસ વિભાગના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું હતું કે “અમે નવા ડીપી માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં મદદ કરવા માટે હાલના ટાઉન પ્લાનિંગ એક્ટમાં સુધારાની દરખાસ્ત કરી છે.

શહેરની મધ્યમાં આવેલા હાલના ઉદ્યોગો પૈકી પ્રદૂષિત ઉદ્યોગોને શહેરોની બહાર ખસેડવા માટે આકર્ષક પ્રોત્સાહનો આપવા માટે મહેસૂલ, કાયદો, ઉદ્યોગો અને ખાણ અને નાણા વિભાગો સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ.” તેમજ શહેરની હદમાં જમીનની ઉપલબ્ધતા સરકારી એજન્સીઓને પણ મદદ કરશે, કારણ કે ઓછો ખર્ચ થશે.

આ જમીનના પ્લોટનો ઉપયોગ મુખ્ય વિસ્તારોમાં એફોર્ડેબલ હાઉસિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે પણ નફાકારક રીતે થઈ શકે છે.” તેમસૂત્રે જણાવ્યું હતું.

દરમિયાન શહેરી વિકાસ વિભાગના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ગ્રીન ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ નો કોન્સેપ્ટ ઉર્જા કાર્યક્ષમ પ્રોજેક્ટ્‌સને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવી શકે છે અને સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ રેટેડ શ્રેણીઓના લાભો મેળવવા માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવશે. આ રાજ્યના તમામ મોટા શહેરોમાં પ્રદૂષણ ઘટાડવામાં વધુ મદદ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.