Western Times News

Gujarati News

દિવાળી પહેલા કોમર્શિયલ LPG સિલિન્ડમાં ૨૬૬ રૂપિયાનો વધારો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ આદમી પહેલાથી જ પરેશાન છે ત્યારે હવે કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૨૬૬ રૂપિયાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં ૧૯.૨ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૦૦૦.૫૦ રૂપિયા થઈ ગયો છે. જાેકે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ પહેલા ૧ ઓક્ટોબરના રોજ ૧૯ કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં ૧૯.૨ કિલોગ્રામ સિલિન્ડરની કિંમત ૧૭૩૪.૫૦ રૂપિયા હતી. જે ચાલુ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૧ નવેમ્બરે ૨૬૪ રૂપિયા વધી ગઈ છે. ઈન્ડિયન ઓયલની વેબસાઇટ મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૦૦૦.૫૦ રૂપિયા, કોલકાતમાં ૨૦૭૩.૫૦, મુંબઈમાં ૧૯૫૦ રૂપિયા અને લખનઉમાં ૨૦૯૩ રૂપિયા થઈ ગયો છે. ગેસના ભાવ વધતાં હોટલ-રેસ્ટોરંટમાં જમવાનું મોંઘું થઈ જશે.

શાકભાજીના ભાવ, તેલના આસમાને આંબેલા ભાવના કારણે હોટલ ઈન્ડસ્ટ્રી પહેલાથી જ પરેશાન છે. હવે સિલિન્ડરના ભાવમાં વધારાથી હોટલ માલિકો ભાવ વધારવા મજબૂર બની શકે છે. ઈન્ડિયન ઓયલની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે તમારા શહેરના ભાવ ચેક કરી શકો છો.

આ માટે https://www.iocl.com/pages/indane-cooking-gas-overview પર ક્લિક કરો જ્યાં તમને સબ્સિડી અને નોન સબ્સિડીવાળા સિલિન્ડરના ભાવ જાેવા મળશે, આ બાજુ પેટ્રોલના વધતા ભાવના કારણે દરેક લોકો પરેશાન છે. જે લોકો ફોર વ્હીલ ટુ વ્હીલ વાપરે છે તેમના ખિસ્સામાંથી રોજ સવારે વધારે પૈસા જઈ રહ્યા છે. પરિવહનથી લઈ રોજિંદી વપરાશની દરેક ચીજાે મોંઘી થઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.