Western Times News

Gujarati News

મેસેજ ઉપર ક્લિક કરતા બિઝનેસમેને ૫૦ હજાર ગુમાવ્યા

Files Photo

અમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારના એક બિઝનેસમેન મેનેજમેન્ટ આઇડિયાઝ બ્રાઉઝ કરી રહ્યા હતા ત્યારે તેમની સ્ક્રીન પર એક પોપ-અપ મેસેજ આવ્યો જેમાં દિવાળીના તહેવારો નિમિત્તે આકર્ષક મ્યુચ્યુઅલ ફંડ ઓફર આપવામાં આવી હતી.

ઓફર જાેતા જ ગમી જાય તેવી હતી અને તેમણે ક્લિક કરી દીધું પછી શું તેમણે અજાણતાં જ હેકર્સને તેના ફોનનો ઍક્સેસ આપી દીધો અને આ જ રાહમાં બેઠેલા સાયબર ક્રિમિનલ હેકર્સે ધીરે ધીરે આઠ ટ્રાન્ઝેક્શનમાં તેમના એકાઉન્ટમાંથી ૪૯,૯૦૦ રૂપિયાની સેરવી લીધા. આવો વધુ એક કિસ્સો પણ તમને જણાવીએ જેથી ધ્યાન રહે કે આપણે ઓનલાઈન કેટલું સાવચેત રહેવાનું છે.

અમદાવાદનો એક બીબીએમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એક વેબસાઈટ પર વીડિયો જાેઈ રહ્યો હતો. તેવામાં એક પોપ-અપ મેસેજ આવ્યો જેમાં લલચાણી જાહેરાત હતી કે અમાવાદના વિસ્તારમાં જ તેને એક સુંદર છોકરી મળી શકે છે જે ફ્રેન્ડશિપ કરવા માટે તૈયાર જ છે.

પછી શું હોય ભાઈ તરત ઉત્સાહમાં આવી ગયા અને તેણે આ મેસેજ પર ક્લિક કરી દીધું. આ જ તકની રાહ જાેતા સાયબર ચોરોએ તરત જ તેના ફોનનો એક્સેસ મેળવી લીધો અને એક જ ઝાટકે તેના એકાઉન્ટમાંથી તેમણે ૧૫,૦૦૦ રૂપિયાની ઉઠાંતરી કરી લીધી.

આજકાલ તહેવારો નિમિત્તે લોકો ઓનલાઈન શોપિંગથી લઈને રજાઓમાં ઓનલાઈ વીડિયો ચેટિંગ અને ફોટો બ્રાઉઝિંગમાં સમય પસાર કરી રહ્યા છે. જેને લઈને ડિજિટલ સાયબર ચોરો પણ તૈયાર છે અને તેમના દ્વારા રચવામાં આવેલા આવા પોપ-અપ મેસેજના ગાળીયા વધી રહ્યા છે જેમાં વધુને વધુ લોકો ફસાઈ રહ્યા છે.

તેથી પોલીસ અને રાજ્ય સાયબર સેલ, જે સીઆઈડી (ક્રાઈમ) હેઠળ આવે છે, તેમણે લોકોને સાવચેત કરતાં બેદરકારી પૂર્વક આવા મેસેજ પર ક્લિક કરવાના જાેખમો વિશે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ આવી રીતે ક્લિક કર્યા પછી આ સાયબર ચોરો તમારા રુપિયાની ઉઠાંતરી કરવા ઉપરાંત તમારા ડિવાઈસનો એક્સેસ મેળવીને તમારા અંગત જીવનમાં પણ ડોકિયું કરી શકે છે.

રાજ્ય સાયબર સેલ દ્વારા શનિવારે જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે એપ્સમાં ફિશિંગ પોપ-અપ જાહેરાતો વિશે સાવચેત રહો. આવા પોપ-અપ્સવાળી કોઈપણ એપ ડાઉનલોડ કરશો નહીં. એડવાઈઝરીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે “તમારી અંગત સામગ્રી અથવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવમાં આવી શકે છે. પોલીસે જણાવ્યું હતું કે ઘણી એપ્સ સાયબર આરોપીઓને લોકોના ડિવાઈસમાં ઘુસવા માટે સરળ રસ્તો આપે છે. તેમાં આવા પોપ-અપ મેસેજ તમારા ડિવાઇસમાં ઘુસવા માટેના દરવાજા જેવું કામ કરે છે.

જાે કોઈ વ્યક્તિ અજાણતા આવા પોપ-અપ્સ અથવા લિંક્સ પર ક્લિક કરે છે તો પણ સાયબર ક્રિમિનલ્સ ઝડપથી આવા વ્યક્તિના ડિવાઈસનો ઍક્સેસ મેળવી લે છે અને મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે. તેમ સાયબર સેલના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલીકવાર સાયબર ક્રિમિનલ્સ ફોનના વિડિયો કેમેરાનો ઍક્સેસ પણ મેળવે છે અને તમારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ પણ રેકોર્ડ કરે છે અને કોઈ ટાર્ગેટની જાસૂસી પણ કરે છે. આમ, સાયબર ક્રિમિનિલ અંગત માહિતી લીક કરવાની ધમકી આપીને પણ રુપિયા પડાવી શકે છે. ત્યારે આ મામલે તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરુર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.